ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના ખેલની સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. ક્યારેક તે પોતાની અફેરની ખબરોને લીધે તો ક્યારેક પોતાના વિવાદિત મંતવ્યોને લીધે તે હંમેશા લોકોની નજરોમાં આવી જ જાય છે.
તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ ક્રિકેટ જગતના શરૂઆતના સમયની પોતાની એક તસ્વીર શેર કરી છે. ટીશર્ટ પહેરેલા હાર્દિક એક લોડર ટ્રકમાં મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે. હાર્દિકના સ્ટ્રગલના દિવસોની આવી તસ્વીર જોઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ ભાવુક થઇ ગઈ હતી.
તસ્વીરને શેર કરતા હાર્દિકે લખ્યું કે,”#પહેલાની યાદો. વાત તે સમયની છે જયારે હું લોકલ મેચ રમવા માટે ટ્રકમાં બેસીને જતો હતો. તેણે મને ઘણું બધું શીખવ્યું છે, તે એક શાનદાર સફર રહ્યો છે, મને મારા ખેલ સાથે ખુબ જ પ્રેમ છે”.
હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉર્વશી રૌતેલાએ કમેન્ટ કરી કે,”રિસ્પેક્ટ, હું પણ બાસ્કેટબોલ રમવા માટે એક સમયે ટ્રેનથી મુસાફરી કરતી હતી”. જણાવી દઈએ કે ઉર્વશી અને હાર્દિકની પહેલી મુલાકાત વર્ષ 2018 માં એક પાર્ટીમાં થઇ હતી. તેના પછી બંન્ને વચ્ચે વાતચીત કરવાનું અને મળવાનું શરૂ થઇ ગયું હતું.

ઉર્વશીએ પોતાના એકાઉન્ટ પર હાર્દિક સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી જેના પછી બંન્ને વચ્ચે રિલેશન હોવાની વાત સામે આવી હતી. જો કે ઉર્વશીએ આ બધી બાબતોને માત્ર એક અફવાહ જવાણી હતી.

આ બાબત પર ઉર્વશીએ સોશિયલ મીડિયા પર વિનંતી કરતા લખ્યું હતું કે,”મહેરબાની કરીને આવા વિડીયો કે તસ્વીરો અપલોડ ન કરો કેમ કે અમારે પરિવારને પણ જવાબ આપવાનો હોય છે”.
આગળના દિવસોમાં ઉર્વશીએ એક મંતવ્ય આપતા કહ્યું હતું કે,”મને ખબર છે કે મેં અત્યાર સુધી મારી પુરી ક્ષમતાનો ઉપીયોગ નથી કર્યો. મને એવું લાગે છે કે હું ઘણું બધુ કરી શકું તેમ છું. મારામાં ખુબ જ ટેલેન્ટ છે, હાલતો હું માત્ર પ્રોજેક્ટ જોઈ રહી છું, જેથી હું મારા પુરા ટેલેન્ટનો ઉપીયોગ કરી શકું. એક કલાકાર માટે યોગ્ય પ્રોજેક્ટની પસંદગી ખુબ જ જરૂરી છે જેથી તે પોતાની પુરી પ્રતિભાનું પ્રદર્શન કરી શકે”.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.