મનોરંજન

પિતાના મૃત્યુ બાદ તૂટી ચુક્યો છે હાર્દિક પંડ્યા, આ રીતે પિતાને યાદ કરીને શેર કર્યો ખુબ જ ભાવુક વીડિયો

થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું નિધન થયું. જેના બાદ પંડ્યા પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. હાર્દિક તેના પિતાની એકદમ નજીક હતો જેના કારણે હજુ સુધી પણ તે તેના પિતાના અવસાનના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો. (Photo Credit Instagram- hardik pandya)

હાર્દિકે પોતાના પિતાને યાદ કરીને એક ખુબ જ ભાવુક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. 2 મિનિટ અને 8 સેકેન્ડના આ વીડિયોની અંદર હાર્દિકે પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીની તસ્વીરોમાં તેના પિતા સાથેની યાદને તાજી કરી છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. પિતાના નિધન બાદ હાર્દિકે સોશિયલ મીડિયામાં તેમની સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

પંડ્યા બંધુઓના પિતાના નિધન ઉપર ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી, ઈરફાન પઠાણ અને આકાશ ચોપડાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

હાર્દિક અને કૃણાલને ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચાડવામાં તેમના પિતા હિમાંશુ પંડ્યાએ ખુબ જ મહેનત કરી હતી. હાર્દિક અને કૃણાલ બંને પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપી રહ્યા છે. જુઓ હાર્દિકે શેર કરેલો ભાવુક વીડિયો