ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, બુમરાહ પછી આ ખેલાડી પણ થયો ઘાયલ, લાંબા સમય સુધી નહિ રમી શકે ક્રિકેટ- જાણો વિગત

ટીમ ઇન્ડિયાના ઓરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા એશિયા કપ 2018ની લીગ મેચમાં પાકિસ્તાનની સામે રમતી વખતે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. તમને જણાવીએ કે જયારે હાર્દિક પંડ્યા પોતાની ઓવર કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની માંસપેશી ખેંચાઈ ગઈ હતી. આવું થવાથી તેઓ મેદાનમાં જ સુઈ ગયો હતા. આ માંસપેશી ખેંચાવને લીધે તેઉભો પણ થઇ શકતા ન હતા, તેમને મેદાનમાંથી બહાર લઇ જવા માટે સ્ટ્રેચર મંગાવવું પડ્યું હતું. જેવી રીતે હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ જોઈને એવું કહી શકાય છે કે ટીમ ઇન્ડિયા માટે આ ખુબ જ મોટો ઝટકો છે.

Image Source

હાર્દિક પંડ્યા બાંગ્લાદેશની સામેઆગામી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ અને તે ઉપરાંત કદાચ લાંબા સમય સુધી ટીમથી બહાર નીકળી શકે છે. બીસીસીઆઈ પ્રમાણે તે ઈજાની સારવાર કરવા ઇંગ્લેન્ડ જશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમવામાં આવેલ મેચમાં તેને પીઠના નીચેના ભાગ દુખાવવાની ફરિયાદ કરી હતી. દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થવાવાળો હાર્દિક બીજા ખેલાડી છે તેનાથી પહેલા ભારતીય ટીમનો ફાસ્ટ બોલર બુમરાહને પણ પીઠના નીચેના ભાગમાં દુખાવવાને કારણે ટીમથી બહાર છે.

Image Source

બીસીસીઆઈના એક સૂત્રએ ગોપનીય શરતો કરતા જણાવ્યું કે, “હાર્દિક ઇંગ્લેન્ડ જવાનો છે. જે ડોકટર પાસેથી તેને પહેલીવાર તેને ઈજાગ્રસ્ત થયો ત્યારે ઈલાજ કરાયો હતો ત્યાં જવાના છે. તે બાંગ્લાદેશની સામેની સિરીઝમાં નહીં રમે. હજુ સુધી એ વાતની જાણ નથી થઇ કે તે કેટલા સમય સુધી ટીમમાંથી બહાર રહેશે. તેના વિશેની માહિતી તો તે ઇંગ્લેન્ડથી પાછો આવશે ત્યારે જ ખબર પડશે. એવી ચર્ચા થઇ રહી છે કે કદાચ તેને પીઠની સર્જરી કરાવી પડશે જેના કારણે તેને મેદાનથી પાંચ છ મહિના દૂર રહેવું પડે.”

Image Source

સૂત્રનું જણાવ્યા અનુસાર, “દક્ષિણ આફ્રિકાના સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં તેમને એટલા માટે નથી લીધા કે તે ટીમના સંયોજનમાં ફિટ નથી થતા. પરંતુ વિજય હાજરે ટ્રોફીમાં બરોડાની ટીમમાં પણ નથી, બરોડાની ટીમનું નિર્દેશ કૃણાલ પંડ્યા કરી રહ્યા છે. દરેક લોકો પ્રાર્થના કરે છે કે હાર્દિકને સર્જરીની જરૂર ન પડે તે જલ્દીથી સારો થઇ જાય. સર્જરી થશે તો 2020ની IPL પહેલા પાછો નહીં આવી શકે.”

Image Source

નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ પોતાની કરિયરમાં 11 ટેસ્ટમાં 17 વિકેટ લેવાની સાથે સાથે 532 રન કર્યા છે. તેમને વનડેમાં 54 મેચમાં 937 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને 40 મેચમાં 310 રન અને 38 વિકેટ લીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks