ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આજકાલ ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે ભારતીય ટીમ સાથે અમદાવાદમાં છે. જ્યાં તે ટેસ્ટ અને ટી-20 મેચનો ભાગ બનશે. અમદાવાદમાં હાર્દિક પોતાની પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે છે.
અમદાવાદમાંથી હાર્દિક અને નતાશા બંને પોતાના સોશિયલ મીડિયા ઉપર અગત્સ્ય સાથેની ઘણી તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ હાર્દિકે સ્વિમિંગ પુલમાં અગત્સ્ય સાથે મસ્તી કરતી તસવીરો પણ શેર કરી હતી.
પરંતુ હાલમાં નતાશાએ એક વીડિયો શેર કર્યો છે જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કારણ કે આ વીડિયોની અંદર હાર્દિક અને નતાશાનો લાડલો ઘૂંટણિયા ભરતો જોવા મળી રહ્યો છે.
નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને શેર કર્યો છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને ઘણા ચાહકો અગત્સ્યને ક્યૂટ જેવા કોમ્પ્લીમેન્ટ પણ આપી રહ્યા છે.
નતાશાએ આ પહેલા પણ અગત્સ્ય સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે હાર્દિક સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળ્યો હતો.
હાર્દિક પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરથી ઘણી બધી તસવીરો શેર કરી રહ્યો છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરે છે.
તો હાર્દિકના દીકરા અગત્સ્યની મસ્તી તેના કાકા સાથે પણ જોવા મળી હતી. અગત્સ્યની સાથે હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.
પોતાના ભત્રીજા અગત્સ્ય સાથે કાકુ કૃણાલ પંડ્યાની મસ્તી ભરેલી તસવીરો કૃણાલે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
કૃણાલે શેર કરેલી બે તસ્વીરોની અંદર એકમાં કૃણાલ અગત્સ્યને પોતાના હાથમાં ઊંચકી રાખ્યો છે અને હાર્દિક પંડ્યા અગત્સ્યને લાડ લડાવતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાના પિતાનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું, જેના કારણે હાર્દિક ખુબ જ દુઃખી હતો, પરંતુ ક્રિકેટ તરફ પરત ફરવાના કારણે હવે હાર્દિક પણ પોતાના દુઃખમાંથી બહાર આવીને ખુશીઓ માણતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram