હાલ લેકમે ફેશન વીકની શરૂ આત થઇ ચુકી છે. હાર્દિક પંડ્યાએ લેકમે ફ્રેશન વીક 2019માં જાણીતી એક્ટ્રેસ લીઝા હેડન સાથે રેમ્પ વોક કર્યું હતું. હાલ ભારતીય ટિમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. હાર્દિકને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.
જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પ્રેગનેંન્ટ લીઝા હેડન સાથે ર્રેમ્પ વોક કરતા ઇવેન્ટમાં ચાર ચાંદ લાગી ગયા હતા. લીઝા હેડન અને હાર્દિક પંડ્યાએ સ્ટાર્સ ડિઝાઈનર અમિત અગ્રવાલ માટે રેમ્પ વોક કર્યું હતું.
હાર્દિક પંડ્યા અને લીઝ હેડન બન્ને મરૂન કલરના કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. હાર્દિકે રેમ્પ પર એન્ટ્રી કરતા ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.
તો લીઝા હેડન બીજી વાર માતા બનવાની છે. જણાવી દઈએ કે, લીઝા હેડને હાર્દિક પંડ્યા અને અમિત અગ્રવાલ સાથે રેમ્પ વોક કર્યું હતું. સાડીમાં લીઝા ગોર્જિયસ લાગતી હતી અને પ્રેગ્નેન્સી ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા લીઝાએ સ્પેશિયલ રીતે ફેન્સને પ્રેગ્નેન્સીની ખબર આપી હતી. લીઝાએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી.
જેમાં તે પાણીમાં તેના પતિ અને પુત્ર સાથે નજરે આવી હતી. લીઝાએ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, ‘પાર્ટી 4 ઓન ધ વે’ તસ્વીરમાં લીઝાએ સ્વીમ શૂટ પહેર્યું હતું। તસ્વીરમાં જોઈ શકાય છે કે,તેનો બેબી બમ્પ જોઈ શકાય છે.
લીઝાએ 2ઓક્ટોબર 2016માં ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. તેણીએ મેં 2017માં પુત્ર જૈકને જન્મ આપ્યો હતો. લીઝાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks