શ્રીલંકા રવાના થતા પહેલા હાર્દિક પંડ્યાનો નવો લુક થયો વાયરલ, હેરસ્ટાઇલ જોઈને લોકોએ કરી ફની કોમેન્ટ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની રમતના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, આ ઉપરાંત તે પોતાના અંગત જીવન અને પોતાની સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહેતો જોવા મળે છે. હાલ હાર્દિકની નવી હેર સ્ટાઇલ ચર્ચામાં આવી છે. શ્રીલંકા પ્રવાસ પહેલા તે હાલ મુંબઈમાં ક્વોરેન્ટાઇન છે.

સોશિયલ મીડિયા ઉપર હાર્દિક પંડ્યાની આ નવી સ્ટાઇલનો લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેના આ લુક સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો છે. આ નવા લુકની અંદર હાર્દિકે પોતાના વાળ ખુબ જ નાના કરાવી દીધા છે અને સાથે દાઢી પણ કાઢી નાખી છે.

હાર્દિક પંડ્યાના નવા લુકની તસવીરો હેર ડ્રેસર આલીમ હકીમ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી છે. આ નવી હેર સ્ટાઈલમાં હાર્દિક કુલ નજર આવી રહ્યો છે. તેને પોતાના વાળ ખુબ જ નાના કરાવી લીધા છે અને સાથે જ માથામાં સ્ટ્રીપ પણ બનાવી છે.

તમને જણાવી દઈએ કે અલીમ હાલમાં બોલીવુડના ટોપ હેર ડ્રેસરમાં એક છે. “રોકસ્ટાર” લઈને “બર્ફી” સુધી રણબીર કપૂરની હેર સ્ટાઇલ આલીમે જ બનાવી છે. આલીમ હકીમની સ્ટાઇલ ક્રિકેટરોને પણ ખુબ જ પસંદ છે.

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા પ્રવાસે જવાની છે. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ છે. શિખર ધવનના નૈતૃત્વમાં જનારી આ ટીમ હાલમાં મુંબઈમાં કવોરેનટાઇન છે. 28 જૂને શ્રીલંકા પહોંચતા પહેલા બધા જ ખેલાડીઓ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન છે.

Niraj Patel