ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની મંગેતર નતાશા સ્ટેનકોવિક સગાઈ બાદથી જ ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેએ નવા વર્ષની શરૂઆત સાથે જ પોતાના સંબંધોને નામ આપ્યું હતું. આવું કરીને બંનેએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે જ્યારથી બંનેની સગાઇ થઇ છે ત્યારથી જ બધાની નજરો બંને પર જ છે.
View this post on Instagram
બંને જ્યાં પણ જાય છે, લોકોની નજર ફક્ત બંને પર જ ટકેલી રહે છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર પણ લોકોની નજરો બંને પર જ ટકેલી છે. બંનેમાંથી કોઈ પણ સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરે અને તરત જ તેમના ચાહકો આ તસ્વીરોને વાયરલ કરી દે છે. હાર્દિક અને નતાશા પણ તેમના ચાહકોને નિરાશ નથી કરતા અને તસ્વીરો શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ નતાશાએ શેર કરેલી બંનેની એક તસ્વીર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક તસ્વીર શેર કરી છે જેમાં નતાશા હાર્દિક સાથે બીચ પર ઉભી છે. તસ્વીરમાં નતાશા સ્ટેનકોવિક બ્લેક કલરના સ્વિમ સૂટમાં જોવા મળી રહી છે. અને હાર્દિક શોર્ટ્સમાં દેખાઈ રહ્યો છે. જો કે બંનેની આ તસ્વીર જૂની છે પણ તેમના ચાહકો આ તસ્વીરને ઘણી પસંદ કરી રહયા છે.
View this post on Instagram
આ સિવાય નતાશાએ પોતાની એકલી તસ્વીર પણ શેર કરી છે. આ આ તસ્વીરોમાં નતાશાના હોટ અવતારને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરો માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ પસંદ કરી રહ્યા છે. બંનેની આ તસ્વીરો પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે.
View this post on Instagram
નોંધનીય છે કે હાર્દિક અને નતાશાએ 1 જાન્યુઆરી 2020ના રોજ સગાઇ કરી લીધી હતી. જેની તસ્વીરો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેને જોઈને બધા જ લોકોને નવાઈ લાગી હતી. બધાએ તેમને આ તસ્વીરો પર અભિનંદન આપ્યા.
View this post on Instagram
બંનેની સગાઇ બાદ નતાશાની એક્સ બોયફ્રેન્ડ અને હાર્દિકની એક્સ ગર્લફ્રેન્ડે પણ પોતાનું રિએક્શન આપીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે ઉર્વશીએ તો એમ પણ કહ્યું કે હાર્દિકને ક્યારેય પણ એની જરૂર હોય તો યાદ કરે.