ક્રિકેટર હાર્દિક પંડ્યા રમતની સાથે સાથે તેની લવ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ અનેક હિરોઇનો સાથે જોડાઈ ચૂક્યું છે.ઘણા સમયથી એવી ખબરો આવી રહી છે કે તે ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. જે બાદ ઉર્વશીએ સ્પષ્ટતા કરી હતી કે તેનું કોઈ અફેર નથી અને તે ફક્ત કામ પર ધ્યાન આપી રહી છે.
તો બીજી તરફ હાર્દિક પંડયા આજકાલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે દુબઇમાં રોમેન્ટિક રજાઓ ગાળી રહ્યો છે.
View this post on Instagram
એન્ટરટેનમેન્ટ વેબસાઇટ સ્પોટબોય અનુસાર, હાર્દિક હાલમાં નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. હાલના દિવસોમાં બંને દુબઈમાં વેકેશન મનાવી રહયા છે. હાર્દિક અને નતાશા ઘણા સમયથી દુબઈમાં રજાનો પ્લાન બનાવી રહયા હતા, આખરે તેઓ દુબઈ પહોંચ્યા અને ક્વોલિટી ટાઈમ ગાળતાં જોવા મળ્યાં.
View this post on Instagram
નતાશા અને હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર દુબઈથી ફોટા શેર કર્યા છે. હાર્દિક બીચ પર ઉભો જોવા મળી રહ્યો છે, જ્યારે નતાશા સ્વિમિંગ પૂલની નજીક આરામના મૂડમાં દખાઈ રહી છે. જોકે, આ બંનેએ પોતાની એકલી તસ્વીરો જ શેર કરી છે.
View this post on Instagram
કેટલાક દિવસો પહેલા જ હાર્દિક નતાશા સાથે મુંબઈના બાંદ્રામાં પાર્ટીમાં પહોંચ્યો હતો. આ પાર્ટી તેના મિત્રો દ્વારા યોજવામાં આવી હતી. જાણકારી અનુસાર, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે મળાવી હતી. પાર્ટીમાં હાર્દિકનો ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુરી શર્મા પણ હાજર હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે ફિલ્મો સિવાય નતાશા તાજેતરમાં રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં જોવા મળી હતી. આ સિવાય તેણે ‘બિગ બોસ 8’માં પણ ભાગ લીધો હતો. મૂળ સર્બિયાની નતાશાનું નામ પણ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું.
View this post on Instagram
હાર્દિક સાથે ઉર્વશી રૌતેલાનું નામ પણ જોડાયું હતું. થોડા દિવસો પહેલા ઉર્વશી એક ગલુડિયા સાથે તસ્વીર પોસ્ટ કરી હતી એ પછી એવી ખબરો ઉડી હતી કે આ ગલૂડિયુ તેને હાર્દિકે ભેટ આપ્યું છે. આ પછી ઉર્વશીએ જ જણાવ્યું હતું કે તેનું કોઈ અફેર નથી અને તે સિંગલ છે. તેને હાર્દિકને પણ સલાહ આપી કે એ પોતાની ક્રિકેટ પર ફોકસ કરે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.