હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા અને દીકરા સાથે પૂલમાં કરી ખુબ મસ્તી, ટેણીયાને પહેલીવાર પૂલમાં લઇ ગયા તો કરી આવી મસ્તી, જુઓ ક્યૂટ તસવીરો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચેન્નાઇમાં છે. પહેલા બે ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમનો હિસ્સો બનેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેઓ અવાર-નવાર તસવીરો શેર કરતા હોય છે. હાલમાં હાર્દિકે તેમના દીકરા સાથે તસવીરો શેર કરી છે. કપલ તેમના દીકરા સાથે પુલમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ તસવીર શેર કરી લખ્યુ છે કે, પુલમાં ખૂબ જ શાંત, મારો દીકરો એ વોટર બેબી..

આ તસવીરમાં નતાશાએ કાળા રંગની પહેરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તમને જણાવી દઇએ કે, 30 સપ્ટેમ્બર 2020ના રોજ હાર્દિકની પત્નિ નતાશાએ દીકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો.

હાર્દિક પંડ્યાએ છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. તે બાદ તેઓ લિમિટેડ ઓવર ક્રિકેટમાં તો વાપસી કરી ચૂક્યા છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.

પંડ્યા આ સીરિઝના પહેલા બે ટેસ્ટ માટે ટીમનો હિસ્સો તો છે, પરંતુ પહેલા ટેસ્ટમાં તેમને રમવાનો મોકો મળ્યો નથી.એક ફોટોમાં હાર્દિક અને નતાશા હોટ અંદાજમાં પોઝ કરતાં દેખાય છે તો એક ફોટોમાં હાર્દિકે અગસ્ત્યને પૂલમાં પકડ્યો છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!