ખબર મનોરંજન

હાર્દિક પંડ્યાનો ટેણીયો થયો 5 મહિનાનો,પત્ની નતાશા સાથે કરી આ રીતે ઉજવણી, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા જ તેને આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ ટી-20 સિરીઝમાં ખુબ જ સારું રમ્યો. હાલ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

દીકરાના જન્મના થોડા સમય બાદ જ હાર્દિક આઇપીએલ રમવા માટે યુએઈ ચાલ્યો ગયો હતો, જેના કારણે તે દીકરા સાથે વધુ સમય ના રહી શક્યો, આઇપીએલ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા સિરીઝ જાહેર થઇ જેના કારણે યુએઈથી તેને સીધા જ ઓસ્ટ્રેલિયા જવું પડ્યું અને લાંબા સમય સુધી પોતાના દીકરા અને પત્નીથી દૂર રહેવું પડ્યું.

હાર્દિક પંડ્યા અને નતાશાનો દીકરો અગત્સ્ય હવે પાંચ મહિનાનો થઇ ગયો છે. અને દીકરાના પાંચ મહિના પૂર્ણ થવા ઉપર હાર્દિક પોતાના પરિવાર સાથે છે તો આ દરમિયાન તેને દીકરાના 5 મહિના પૂર્ણ થવા ઉપર ઉજવણી કરી હતી  જેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)

હાર્દિક પંડ્યાએ દીકરા અગ્ત્યસના પાંચ મહિના પૂર્ણ થવા ઉપર શાનદાર કેક લાવ્યો હતો, જેની સામે તે દીકરા અગત્સ્યને લઈને ખોળામાં બેઠેલો જોવા મળે છે. તો તેની પત્ની નતાશા તેની બાજુમાં ઉભી રહેલી જોવા મળે છે. આ તસ્વીરને હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

હાર્દિકની પત્ની નતાશાએ પણ પોતાના ઇન્સટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જેમાં કેકની પાસે નતાશા અને હાર્દિક સાથે અગત્સ્ય પણ જોવા મળી રહ્યો છે.ચાહકો પણ આ ખુશીના પ્રસંગે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.તે દીકરાને તેના પાંચમા જન્મ દિવસે કોમેન્ટ કરી અને શુભકામના આપી રહ્યા છે.

હાર્દિક પંડ્યાના દીકરા અગત્સ્યનો જન્મ 30 જુલાઇના રોજ થયો હતો. આજે તેનો દીકરો 5 મહિનાનો થઇ ગયો છે. જેની ક્યૂટ સ્માઈલ પણ તસ્વીરોમાં જોવા મળી રહી છે. હાર્દિક અને નતાશા પોતાના દીકરાની તસવીરો અવાર નવાર શેર કરતા રહે છે.