કરોડોના આલીશાન એપાર્ટમેન્ટનો માલિક છે હાર્દિક પંડ્યા, તસવીરો જોઇ કહેશો- વાહ, ઘર હોય તો આવુ…

ક્રિકેટર જેવા નસીબ કોઈના ન હોય…સુરતમાં જન્મેલો હાર્દિકનું કરોડોનું ઘર જોઈને દિલ ખુશ થઇ જશે- જુઓ PHOTOS

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા ઘણીવાર તેમની લગ્ઝરી લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહેતા હોય છે. હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાએ ઘણા ઓછા સમયમાં કરિયરમાં સફળતા હાંસિલ કરી લીધી છે. આ બંને ભાઇઓએ મુંબઇમાં 30 કરોડનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના આ ઘરમાં 8 બેડરૂમ છે. હાર્દિક પંડ્યા અને તેના ભાઇ ક્રુણાલ પંડ્યા લગ્ઝરી લાઇફ જીવવા માટે જાણિતા છે. વર્લ્ડ ક્રિકેટમાં આ બંને ભાઇઓએ ઘણા ઓછા સમયમાં ઘણી દોલત અને શોહરત બંને હાંસિલ કરી લીધી છે. આ ભાઇઓના આલીશાન ઘરની વાત કરીએ તો, તેમનું ઘર 3838 સ્કવેર ફ્રીટમાં બનેલુ છે.

ડીએનએના રીપોર્ટ અનુસાર, પંડ્યા બ્રધર્સનો આ ફ્લેટ મુંબઇના રુસ્તમજી પૈરામાઉંટમાં છે. આ સોસાયટીમાં બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ રહે છે. પંડ્યા બ્રધર્સના એપાર્ટમેન્ટમાં જીમ, ગેમિંગ ઝોનતી લઇને એક પ્રાઇવેટ સ્વિમિંગ પુલ પણ છે. તેમના ઘરમાં પ્રાઇવેટ થિયેટર પણ છે. આ પહેલા બંને વડોદરામાં રહેતા હતા.

ખબર છે કે જલ્દી જ તેઓ મુંબઇ શિફ્ટ થઇ શકે છે. પંડ્યા બ્રધર્સના ઘરથી અરબ સાગરનો ખૂબસુરત નજારો જોવા મળે છે. આ સાથે જ તેમની સોસાયટીમાં એક જીમ એરિયા પણ છે. જીમ ઉપરાંત સ્કાઇ લાઉંજ પણ છે. હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા એક મધ્યમવર્ગીય પરિવારથી છે. પહેલા તેઓ વડોદરામાં એક નાના ઘરમાં રહેતા હતા. તેઓ તેમની મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે.

જણાવી દઇએ કે, ટ્વિટર પર હાર્દિક પંડ્યાનો વીડિયો ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં હાર્દિક એવું કહે છે કે, તેમણે આ ઘર ભાડા પર લીધુ છે. તે કહે છે કે મુંબઇમાં ઘર ખરીદવું સરળ નથી. જોકે, આ વીડિયો થોડો જૂનો છે.

Shah Jina