પ્રેમના મામલે નહીં કારના મામલે પણ નસીબદાર છે હાર્દિક પંડયા, આટલી લકઝરી કારનું છે કલેક્શન

0

નવા વર્ષે ક્રિકેટર હાર્દિક પંડયા ચર્ચામાં રહ્યો છે. હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના દિવસે નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. જેનો વિડીયો તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

તો હાર્દિક પંડયા કારનો પણ શોખીન છે. ગત વર્ષ તેને 2 મોંઘી લકઝરી કાર ખરીદી હતી. આવો જાણીએ તેના કારના કલેક્શન વિષે. આપણે બધા જ જાણીએ છીએ કે હાર્દિક પંડયા કારના કેટલા શોખીન છે.
ગયા વર્ષે જ તેમને બે મોંઘી લક્ઝરી કાર ખરીદી હતી. એમાંથી એક તો Lamborghini Huracan EVO હતી, જેમાં ઓગસ્ટ 2019માં પંડયા બ્રધર્સ ફરતા જોવા મળ્યા હતા અને એ સમયનો વિડીયો સોશિયલ મીડિયા પર સખત રીતે વાયરલ થયો હતો.

હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે એપ્રિલમાં Mercedes AMG G63 નું લેટેસ્ટ મોડેલ ખરીદ્યું હતું, જે જૂના મોડેલ કરતા વધુ પાવરફુલ છે. લેટેસ્ટ Mercedes AMG G63 ઓક્ટોબર 2018માં લોન્ચ થઇ હતી. તેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 2.19 કરોડ છે. હાર્દિક પાસે પેલેડિયમ સિલ્વર મેટાલિક રંગની G63 છે.જે ભારતમાં હાજર એસયુવી કરતા અલગ છે. નવી મર્સિડીઝ-એએમજી જી63 માં 4.0 લિટરનું બાય-ટર્બો વી8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 585 બીએચપી પાવર અને 850 એનએમ ટોર્ક આપે છે. તેમાં 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. આ એસયુવી ફક્ત 4.5 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ આપે છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 220 કિ.મી.છે.

Image Source

હાર્દિક પાસે એક કાર એવી પણ છે જે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસે પણ નથી. ગયા વર્ષે ઓગસ્ટમાં હાર્દિકે Lamborghini Huracan EVO ખરીદી હતી. આ કારની એક્સ શોરૂમ કિંમત 3.73 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને મુંબઈમાં ઓરેન્જ લેમ્બોર્ગિની કારમાં સાથે ફરતા જોવામાં આવ્યા હતા. આ કારમાં 5.2-લિટર વી10 એન્જિન આપવામાં આવ્યું છે, જે 640 એચપી પાવર અને 600 એનએમ ટોર્ક આપે છે. તેનું વજન 1422 કિલો છે, જે ફક્ત 2.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 9 સેકન્ડમાં 0 થી 200 કિ.મી.ની ઝડપ પકડી લે છે. આ કાર ફક્ત એક જ રંગ Arancio Xanto માં આવે છે,જે હાર્દિક પાસે છે.

Image Source

આ પહેલા હાર્દિકની પાસે Audi A6 35 TDI સેડાન કાર હતી, જેને તેણે એપ્રિલ 2018માં ખરીદી હતી. 2018માં તેણે આ કાર પોતાની જાતને ગિફ્ટ કરી હતી. Audiની આ કાર, કંપનીની સૌથી વધુ વેચાયેલી કારમાંની એક છે, જેમાં બે લિટરના ચાર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળે છે,જે 190 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક આપે છે. આ એન્જિન 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત લગભગ 65 લાખ રૂપિયા છે.

Image Source

હાર્દિક પંડ્યાના ગેરેજમાં લોકપ્રિય એસયુવી લેન્ડ રોવર રેંજ રોવર પણ છે જેની એક્સ શોરૂમ કિંમત 1.66 કરોડ રૂપિયા છે. બોલિવૂડ અને ક્રિકેટ સેલિબ્રિટીઝના ગેરેજમાં આ કાર હોવી સામાન્ય વાત છે. આ કારમાં 3.0-લિટરવાળું 6 સિલિન્ડર એન્જિન છે, જે 240 બીએચપી પાવર અને 600 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

Image Source

ઓગસ્ટ 2017માં હાર્દિકે નવી જીપ કંપાસ ખરીદી હતી અને પિતા હિમાંશુ પંડ્યાને ગિફ્ટ કરી હતી ભારતીય બજારમાં કંપાસના 10 મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા અને આ બંને પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે. તેની પેટ્રોલ રેન્જની એક્સ શો રૂમ કિંમત 14.95 લાખ રૂપિયાથી લઈને 19.40 લાખ રૂપિયા સુધી છે. જ્યારે કંપાસ ડીઝલની કિંમત 15.45 લાખથી લઈને 20.65 લાખ રૂપિયા સુધી છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.