હાર્દિક પંડયાએ માર્યો એવો શોટ કે બેટ તેના હાથમાંથી છટકીને સીધું જ એમ્પાયરના…. નતાશા પણ મોઢા ઉપર હાથ રાખીને.. જુઓ વીડિયો

IPLની 15મી સીઝનમાં બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની મેચ ગઈકાલે મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જ્યાં ગુજરાતની ટીમ પ્લેઑફમાં પોતાની જગ્યા કાયમ કરી ચુકી છે ત્યાં આરસીબીને ગઈકાલની મેચ જીતવી ખુબ જ જરૂરી હતી, આ મેચ જીત્યા બાદ તેના પ્લેઓફમાં પહોંચવાની આશાઓ જીવંત થવાની હતી, ત્યારે આરસીબીએ ગુજરાતને જોરદાર ટક્કર આપી અને મેચ 8 વિકેટે જીતી લીધી.

આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. પંડ્યાએ મેદાન પર મોટા શોટ બતાવ્યા. જો કે, એક સમય એવો આવ્યો જ્યારે પંડ્યા સ્વીપ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પંડ્યાનું બેટ છટક્યું અને લેગ અમ્પાયરની પાસે જઈને પડ્યું. હાર્દિક પોતે સમજી શક્યો ન હતો કે આ કેવી રીતે થયું અને વારંવાર તેના ગ્લોવ્ઝ તરફ જોતો રહ્યો. આ નજારો જોઈને સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની પણ ચોંકી ગઈ.

મેચની 10મી ઓવર ચાલી રહી હતી. ગ્લેન મેક્સવેલ બોલિંગ કરી રહ્યો હતો. પંડ્યા અને મિલર ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા હતા. બોલરની સામે હાર્દિક પંડ્યા હતો. તે 10મી ઓવરનો છેલ્લો બોલ હતો. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 72 રન હતો જ્યારે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મિલર ચાર બોલમાં ત્રણ રન બનાવીને ક્રીઝ પર હાજર હતો.

પંડ્યા 16 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારબાદ મેક્સવેલે બોલ નાખ્યો અને પંડ્યા સ્વીપ કરવા જતો હતો ત્યારે તેના હાથમાંથી બેટ સરકી ગયું. આ જોઈને બધાને નવાઈ લાગી. સારું થયું કે બેટ કોઈ ખેલાડી પર ન પડ્યું. હાર્દિક પંડ્યાએ શોટમાં એટલી તાકાત લગાવી હતી કે જ્યારે બેટ હાથમાંથી છટક્યું ત્યારે તે લગભગ 20 યાર્ડના અંતરે પડ્યું હતું.

આ નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને હસવા લાગ્યા. હાર્દિક પંડ્યાની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી નતાશા પણ સ્ટેન્ડમાં હતી, તેની પ્રતિક્રિયા સ્ક્રીન પર બતાવવામાં આવી હતી જેમાં તે હસતી જોવા મળી હતી. જો ગુજરાત ટાઇટન્સની બેટિંગની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 168 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી અને 62 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 47 બોલમાં 62 રન બનાવ્યા જેમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ છે.

Niraj Patel