વિવાદો વચ્ચે ફરી એક વાર છવાયો હાર્દિક પંડ્યા, દીકરા અગસ્ત્યને પૂછ્યા એવા એવા સવાલ, જુઓ વીડિયો

હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં રહે છે. તે થોડા સમય પહેલા જ તેની 5 કરોડ રૂપિયાની ઘડિયાળને લઇને ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જે બાદ તેણે તેનું નિવેદન પણ જાહેર કર્યુ હતુ. હવે સમાચાર છે કે તે સાઉથ આફ્રિકા ટુર માટે ફિટ નથી. આ બધાા વચ્ચે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, તે વીડિયોમાં તેના પુત્રને કેટલાક પ્રશ્નો પણ પૂછી રહ્યો છે, જેના જવાબ પણ તે તેના પુત્ર પાસેથી ખૂબ જ પ્રેમથી મેળવી રહ્યો છે.

ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની ફિટનેસને લઈને વિવાદમાં આવેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. દરમિયાન, આ વીડિયો હાર્દિક પંડ્યાની ચિંતામુક્ત ક્ષણો જણાવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતે જ પોતાના પુત્ર સાથેનો આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં હાર્દિક પંડ્યા તેના પુત્રને અંગ્રેજીમાં પૂછે છે કે અગસ્ત્ય કેવી રીતે હસે છે? જવાબમાં પુત્ર અગત્સ્ય તેને હસીને બતાવે છે. ત્યારપછી હાર્દિક પુત્રને એક પછી એક ઘણા પ્રશ્નો પૂછે છે અને અગસ્ત્ય તે બધા પ્રશ્નોના જવાબ આપે છે. ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયેલા હાર્દિક પંડ્યા અંગેના સવાલ પર કેએલ રાહુલે કહ્યું કે તે ખૂબ જ સ્માર્ટ ખેલાડી છે. તેઓ જાણે છે કે કેવી રીતે પુનરાગમન કરવું.

તાજેતરમાં જ કસ્ટમ વિભાગના કેટલાક અધિકારીઓએ હાર્દિક પંડ્યાને એરપોર્ટ પર અટકાવ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ બિલની ચુકવણી ન કરવાને કારણે કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ પર જપ્ત કરવામાં આવી હતી. જોકે, હાર્દિકે આ વાતને નકારી કાઢી હતી.

તમને જણાવી દઈએ કે IPL 2022 પહેલા યોજાનારી મેગા ઓક્શનમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ તેને રિટેન કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ભારતીય ટીમના ઓલરાઉન્ડરે મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં 92 મેચમાં 1,476 રન બનાવ્યા છે અને 42 વિકેટ પણ પોતાના નામે કરી છે. જો કે, તેની બોલિંગ ફિટનેસ પ્રશ્નમાં રહે છે કારણ કે તેણે તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. તેણે ભારતની પાંચ મેચમાંથી માત્ર બે જ બોલિંગ કરી હતી અને બેટથી વધારે યોગદાન આપ્યું ન હતું

વેંકટેશ અય્યરને હાલમાં ચાલી રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ T20I શ્રેણી માટે હાર્દિકના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે, તેણે પ્રથમ બે મેચમાં એક પણ ઓવર ફેંકી નથી કારણ કે કેપ્ટન રોહિત શર્માએ પાંચ ફ્રન્ટલાઈન બોલરોમાં વિશ્વાસ દર્શાવ્યો હતો.

 

Shah Jina