જીવનશૈલી

હાર્દિક પંડયાએ ખરીદી દેશની સૌથી મોંઘી SUV, જાણો બીજા ક્યા Celebrity પાસે છે આ ગાડી…

હાલમાં હાર્દિક પંડયા દેશના એવા ક્રિકેટર છે, જેમની ચર્ચા ચારે તરફ થઇ રહી હોય. હાર્દિક પંડયાને કારનો ખૂબ જ શોખ છે જેની સાબિતી તેમની કારનું કલેક્શન આપે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ મર્સીડિઝ AMG G63 SUV ખરીદી છે, આ કારની એક્સ શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા છે. હાર્દિકે આ કાર કેટલાક દિવસો પહેલા જ ખરીદી છે અને તેને ચલાવતા જોવા મળ્યા હતા. મર્સીડિઝ લક્ઝરી એની મોંઘી ગાડીઓ માટે પ્રસિદ્ધ છે.

Image Source

મર્સીડિઝએ AMG G63 SUV ભારતીય બજારમાં ઓક્ટોબર 2018માં લોન્ચ કરી હતી. આ કારને અંદરથી પૈલેડિયમ સિલ્વર મેટાલિક રંગ આપવામાં આવ્યો છે, જે આને એક સુંદર લૂક આપે છે. મર્સીડિઝ AMG G63 SUV ભારતીય બજારમાં 2.19 કરોડ રૂપિયામાં ઉપલબ્ધ છે, આ કિંમત આ ગાડી ભારતની સૌથી મોંઘી એસયૂવીમાંથી એક બનાવે છે.

આ પહેલા હાર્દિક પંડયાને રેંગ રોવર ચલાવતા જોવામાં આવ્યા હતા. આ ક્રિકેટર પાસે ગાડીઓનું એક સારું કલેક્શન છે, જેને હાર્દિક પંડયા સમય સમય પર ચલાવતા જોવા મળે છે.

નવી મર્સીડિઝ AMG G63 SUVમાં ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે, તથા કંપનીનો દાવો છે કે આ કાર સૌથી સારી એયરોડાઇનેમિકલી ડિઝાઈનવાળી G વેગન છે. ભારતમાં G વેગન ફક્ત G63 જ ઉપલબ્ધ છે, જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં એની દમદાર G65 ઉપલબ્ધ છે.

નવી મર્સીડિઝ AMG G63 SUVમાં 4.0 લીટર બાઈ ટર્બો V8 પેટ્રોલ એન્જીન લગાવવામાં આવ્યું છે, જે 585 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટૉર્ક આપે કરે છે. આ કાર જાતે જ એક દમદાર પરફોર્મન્સવાળી કાર છે.

હાર્દિક પંડયા સિવાય પણ આ ગાડી ભારતમાં ઘણા સેલેબ્સ પાસે ઉપલબ્ધ છે. તો એક નજર મારીએ એવા સેલેબ્સ પર કે જેમની પાસે આ જ ગાડી ઉપલબ્ધ છે.

Image Source

અનંત અંબાણી

દેશની સૌથી મોંઘી એસયુવી અંબાણી પરિવાર પાસે ન હોય એવું કઈ રીતે બની શકે? અનંત અંબાણીના કારના  કલેક્શનમાં મર્સીડિઝ AMG G63 SUV પણ સામેલ છે. જો કે આ ગાડી ચલાવતા અનંત ક્યારેય જોવા મળ્યા નથી. તેમની પાસે એટલી ગાડીઓ છે કે આ ગાડીનો નંબર ક્યારેક જ આવતો હશે.

Image Source

જિમી શેરગિલ

પોતાના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા બોલીવૂડના અભિનેતા જિમી શેરગિલ પાસે પણ સફેદ રંગની મર્સીડિઝ AMG G63 SUV છે, જે તેને વર્ષ 2016માં ખરીદી હતી. જેના માટે તેમને 2.19 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ કારમાં 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 5.5 લિટરનું V8 બાઈ-ટર્બો પેટ્રોલ એન્જીન લાગેલું છે, જે 544 બીએચપી પાવર અને 760 એનએમનો ટૉર્ક આપે છે.

Image Source

રણબીર કપૂર

બોલીવૂડના અભિનેતા રણબીર કપૂર પાસે પણ સફેદ રંગની મર્સીડિઝ AMG G63 SUV છે, જો કે તેમની પાસે આનું જૂનું મોડલ છે, જેમાં 5.5 લિટરનું V8 બાઈ-ટર્બો પેટ્રોલ એન્જીન લાગેલું છે, જે 544 બીએચપી પાવર અને 760 એનએમનો ટૉર્ક આપે છે. રણબીર પાસે આ સીઆઈ ઑડી આર8 સુપરકાર અને લક્ઝરી રેંગ રોવર પણ છે.

Image Source

પવન કલ્યાણ

તેલુગુ અભિનેતામાંથી રાજનેતા બનેલા પવન કલ્યાણ પણ એ સેલેબ્સમાં સામેલ છે, જેમની પાસે મર્સીડિઝ જી-વેગન છે. તેમની પાસે પણ સફેદ રંગની જ આ એસયુવી છે. જો કે તેમની પાસે G55 એએમજી મોડલ છે, જે એએમજી G63થી પહેલાનું છે. G55માં 5.5 લિટરનું V8 એન્જીન લાગેલું છે, જે 507 પીએસ પાવર અને 700 એનએમનો ટૉર્ક આપે છે.