ભરતીય ટીમના ધુંઆધાર બલ્લેબાજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની રમતને લઈને ઘણો જ ચર્ચામાં રહે છે. હાલમાં જ તે આઇપીએલ અંદર પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યા બાદ ઓસ્ટ્રિલયા પ્રવાસમાં પણ ટી-20માં ધમાકેદાર બેટિંગ કરીને પોતાના ઘરે પરત આવ્યો છે.

હાર્દિક પંડ્યા હાલમાં પોતાની પત્ની અને પોતાના દીકરા અગત્સ્ય સાથે સમય પોતાના ઘરે જ સમય વિતાવી રહ્યો છે. ત્યારે હાર્દિક પંડ્યાનું વડોદરામાં આવેલું આલીશાન ઘર જોઈને તમે પણ ખુશ થઇ જશો. તેનું ઘર સપનાના મહેલ કરતા કામ નથી, ઘરની અંદરની તસવીરો જોઈને તમે પણ બોલી ઉઠશો, “વાહ, ઘર હોય તો આવું.”

હાર્દિક વડોદરાની અંદર 4 બેડરૂમ વાળા વિશાલ પેન્ટ હાઉસમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. તેના આ ઘરને ઓલિવસ કેરના ક્રિએટિવ ડાયરેક્ટર અનુરાધા અગ્રવાલે ડિઝાઇન કર્યું છે. આ વિશાળ ઘરની અંદર એક ગેસ્ટ રૂમ પણ આવેલો છે.

હાર્દિક પંડ્યાના ઘરની અંદર મહેમાનો પણ એક અલગ અને ખાસ ગેસ્ટરૂમ બનાવવામાં આવ્યો છે, તેની અંદર પણ કેટલીક પેઇન્ટિંગ લગાવેલી જોઈ શકાય છે. ગેસ્ટ માટે બનાવવામાં આવેલો આ રૂમ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટેલના રૂમ કરતા કમ નથી.

આ આલીશાન ઘરની અંદરના બેડરૂમને તમે જોઈ શકો છો જે કેટલો સુંદર છે. આ બેડરૂમમાં સામેની તરફ ટીવી છે તો બેડની પાછળ જ હાર્દિક અને સુરેશ રેના, આશિષ નહેર, યુવરાજ સીંગ અને હરભજન સીંગની સુંદર તસ્વીર ટિંગાયેલી જોવા મળે છે.

તો આ આલીશાન ઘરના બીજા એક બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છે કે બેડની પાછળ દોડતા ઘોડાની તસ્વીર લાગેલી છે તો સોફાની પાછળ પણ બીજી કેટલીક તસવીરો લાગેલી છે. જેમાં હાર્દિક અને કૃણાલનો અમિતાભ બચ્ચન સાથેનો પણ ફોટો જોવા મળે છે.

હાર્દિકના આ આલીશાન ઘરનો ડાઇનિંગ એરિયા પણ મન સૌનું ધ્યાન ખેંચે તેવો છે. આ ડાઇનિંગ એરિયામાં બેઠા હોય ત્યારે જાણે કોઈ રિસોર્ટના કેફે એરિયામાં બેઠા હોય એવી અનુભૂતિચોક્કસ થાય. હાર્દિકના આ ઘરની આલીશાન તસવીરો જોઈને કોઈનું પણ મન ત્યાં જવાનું થાય.

તો કેવું છે હાર્દિક પંડ્યાનું ઘર ? આવું ઘર બનાવવું દરેક કોઈનું સપનું હોય છે, અને હાર્દિકે પોતાની મહેનત દ્વારા પોતાના સપનાનો મહેલ ઉભો કરી દીધો.