ઘણા વર્ષો બાદ મોટેરા સ્ટેડિયમમાં રમાશે મેચ, હાર્દિક પંડ્યા પત્ની અને દીકરા સાથે અમદાવાદમાં એન્ટ્રી

અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટને લઇને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના આયોજનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા જોવા મળ્યા હતા.

હાર્દિક પંડ્યાએ આ તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શેર કરી છે. તેમજ તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યુ છે કે, તેઓ અમદાવાદ આવી ચૂક્યા છે.

Image source

તમને જણાવી દઇએ કે, 9 વર્ષ બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ રમાનારી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનીરી ટેસ્ટ મેચ બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચ પણ રમશે. મોટેરા સ્ટેડિયમ જેને સરદાર પટેલ સ્ટેડિયમ કહેવામાં આવે છે તે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આમાં દર્શકોની ક્ષમતા 1 લાખ 10 હજાર છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોએ અહીં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા, જેમાં સુનિલ ગાવસ્કર અને કપિલ દેવનો સમાવેશ થાય છે. 1983માં ગુજરાત સરકાર દ્વારા દાનમાં આપવામાં આવેલી 100 એકર જમીન પર બનેલા આ સ્ટેડિયમમાં પૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનર સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો.

ત્યાં જ, પૂર્વ કેપ્ટન અને કપિલ દેવે 1983માં ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ મેદાન પર ન્યૂઝીલેન્ડના બોલર રિચર્ડ હેડલીનો સર્વોચ્ચ ટેસ્ટ વિકેટનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. સુનિલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારો વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો હતો. તે જ સમયે, 1994માં કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં 432 વિકેટ લીધી હતી.

Shah Jina