ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની સર્જરી કરી હોવાને કારણે ભારતીય ટીમથી બહાર છે. હાલમાં જ હાર્દિકની લંડનમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી થયા બાદ હાર્દિક પંડ્યા ભારત પરત ફરી ગયો છે. પરંતુ હજુ સુધી તે ટીમમાં પરત નથી ફર્યો. હાર્દિક પંડ્યા ભલે ટિમ સાથે ના જોડાયો હોય પરંતુ તે ચર્ચામાં રહે છે. આ વખતે હાર્દિક પંડ્યા ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે-9’ની સ્પર્ધક નતાશા સ્ટેનકોવિચના કારણે ચર્ચામાં આવ્યો છે. હાર્દિકે સર્બિયાઈ મોડેલ અને એક્ટર નતાશા સ્ટેનકોવિચ માટે વોટની અપીલ કરી છે.
ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને ડીજે વાલે બાબુ ગીતથી ફેમસ થનારી નતાશા સ્ટેકકોવિક વચ્ચે ઘણા સમયથી અફેરની ખબર આવતી રહે છે, પરંતુ હજુ સુધી બન્નેએ પોતાના સંબંધનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો તો બીજી તરફ અફવાહોને નકારી પણ નથી. હાર્દિકે નતાશા માટે લોકોને વોટ કરવાની અપીલ કરી છે.
સેલિબ્રિટી ડાન્સ શો નચ બલિયે સીઝન -9માં હાર્દિકની ગર્લફ્રેન્ડ સ્પર્ધક છે. આ કારણે જ હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડના સપોર્ટમાં ઉતર્યા છે. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં નતાશાનો ફોટો શેર કરીને લોકોને અપીલ કરી છે. પંડ્યાએ તેની જોડી નંબર 8 નતાશાને લઈને લખ્યું હતું કે, ચાલો આને જિતાડીએ. હાર્દિકની એ સ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે. આ પહેલા નતાશાએ પણ હાર્દિકનો ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
જણાવી દઈએ કે, સર્બિયામાં જન્મેલી અને ભણેલી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. ખબરોનું માનીએ તો હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે પણ મળાવી ચુક્યો છે.
હાર્દિક પંડ્યા નામ પહેલા એક્ટ્રેસ ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા અને એલી અવરામ સાથે જોડાઈ ગયું છે. પરંતુ હાર્દિક પંડ્યાએ હજુ સુધી કોઈ પણ રિલેશનને કોઈપણની સામે સ્વીકાર કર્યો ના હતો. ત્યારે હવે હાર્દિકનું નામ નતાશા સાથે જોડાયું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.