હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક શેર કર્યા ફેમીલી ફોટો, તસવીરોમાં જોવા મળ્યો ત્રણેય વચ્ચેનો પ્રેમ અને બોન્ડિંગ

સૌથી લોકપ્રિય અને પોપ્યુલર કપલમાંના એક, હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકની જોડીને ચાહકો ઘણો પ્રેમ કરે છે. નતાશા અને હાર્દિક બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર પરિવાર સાથેની તસવીરો શેર કરતા રહે છે. નતાશા અને હાર્દિક અગસ્ત્ય નામના ક્યુટ દીકરાના પેરેન્ટ્સ છે. નાનો અગસ્ત્ય ઘણીવાર તેના મમ્મી-પપ્પા સાથે મજા માણતો જોવા મળે છે, અને ત્રણેય ઘણીવાર તસવીરો શેર કરી કપલ ગોલ અને ફેમીલી ગોલ સેટ કરતા રહે છે. નતાસા સ્ટેનકોવિક ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર જીવનની કેટલીક સુંદર પળોને શેર કરતી રહે છે..

હાલમાં જ નતાશા અને હાર્દિકે તેમના દીકરા અગત્સ્ય સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ઉપરાંત નતાશાએ તેની અને હાર્દિકની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે બંને ખૂબ જ ખુશ અને સુંદર દેખાઇ રહ્યા છે. નતાશા સ્ટેનકોવિક તેના ક્રિકેટર પતિ અને પુત્ર સાથે પોઝ આપતા જોઈ શકાય છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં કપલને ‘હેપ્પી એનિવર્સરી ટુ યુ હાર્દિક ભૈયા અને નતાશા ભાભી જી’, ‘હેપ્પી એનિવર્સરી પ્રીશિયસ પીપલ’, જેવી કમેન્ટ કરી રહ્યા છે.

જો હાર્દિક પંડ્યાની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ ખરાબ છે, પરંતુ તે સતત હેડલાઇન્સમાં રહે છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યા બાદ હાર્દિક પંડ્યાનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે તેની ફેશન સેન્સ અને લાઈફસ્ટાઈલની દરેક જગ્યાએ ચર્ચા થાય છે. હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ ખૂબ જ નીચા સ્તરથી શરૂઆત કરી હતી, તેથી જ્યારે ક્રિકેટમાં તેમની કિસ્મત બદલાઈ ત્યારે બંનેએ તેમની જીવનશૈલી સંપૂર્ણપણે બદલી નાખી.

મીડિયા રીપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા, હાર્દિક પંડ્યાએ મુંબઈમાં 8 BHK ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય બંનેએ બરોડામાં પોતાનું ઘર પણ બનાવ્યું હતું. લોકડાઉન દરમિયાન, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને તેમના નવા ઘરમાં ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા, જ્યાંની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને મોંઘા વાહનોનો પણ શોખ છે, તેની પાસે વિદેશી વાહનોનું કલેક્શન પણ છે.

અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા પાસે લેમ્બોર્ગિની હુરાકન ઇવો, ટોયોટા ઇટીઓસ, રેન્જ રોવર વોગ વાહનો છે. તેમાંથી ભારતમાં હુરાકનની કિંમત લગભગ 6 કરોડ અને રેન્જ રોવરની લગભગ 60 લાખ છે. મોંઘા વાહનો ઉપરાંત, હાર્દિક પંડ્યા તેના ટેટૂ, ઘડિયાળને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે તે દુબઈથી વર્લ્ડ કપ રમીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની પાસેથી એક મોંઘી ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી. જેના પર ઘણો વિવાદ થયો હતો, જોકે બાદમાં હાર્દિક પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે તેની પાસે તમામ કાગળો છે. ઘડિયાળની કિંમત લગભગ 1.5 કરોડ હતી.

હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં એક્ટર-મોડલ નતાસા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. હાર્દિક-નતાશાના પુત્રની તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા હજુ પણ BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટ ખેલાડીઓમાં સામેલ છે અને તે ગ્રેડ-A કેટેગરીમાં છે. એટલે કે બોર્ડ તરફથી તેમને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે, જ્યારે મેચ ફી અલગ છે. આ સિવાય હાર્દિક પંડ્યા IPLમાંથી કમાણી કરે છે અને ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે.

Shah Jina