ક્રિકેટર હાર્દિક પંડ્યા તેના બેટિંગને લઈને તો ઘણો જ ચર્ચામાં રહેતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અભિનેત્રી નતાશા સાથે સગાઈ કરીને પણ તે ખુબ જ ચર્ચામાં રહેવા લાગ્યો છે. ગયા મહિને જ બંનેએ સગાઈ કરી હતી ત્યારબાદના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
હાલમાં જ અભિનેત્રી નતાશા હોળીની ઉજવણી કરવા માટે હાર્દિક પંડ્યાના ઘરે પહોંચી હતી અને હાર્દિકના પરિવાર સાથે નતાશાએ ઉજવેલી હોળીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા ફોટોમાં હાર્દિક અને નતાશા નજરે આવી રહ્યા છે. બંનેએ સફેદ કપડાં પહેર્યા છે અને તેમના ચહેરા ઉપર ગુલાલ લાગેલો જોવા મળે છે. નતાશાએ સફેદ રંગના ટોપ સાથે ગુલાબી રંગનો દુપ્પટો પણ ઓઢ્યો છે અને કપાળમાં લાલ બિંદી લગાવી છે.
View this post on Instagram
હોળીના આ પર્વની ઉજવણીમાં હાર્દિકે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં હાર્દિકના પરિવારના સદસ્યો સાથે નતાશા પણ જોવા મળી રહી છે. આ તસ્વીરમાં પરિવારના સભ્યો સાથે નતાશા પણ ખુશ દેખાઈ રહી છે.
View this post on Instagram
બીજા એક ફોટોમાં હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં બધાના ચહેરા ઉપર ગુલાલ લાગેલો જોવા મળે છે.
View this post on Instagram
હાર્દિક અને નતાશાએ દુબઈમાં સગાઈ કરી હતી, દરિયાની વચ્ચે હાર્દિકે નતાશાને રિંગ પહેરાવી સગાઈ કરી હતી જેનો ફોટો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું। “હું તારો તું મારી, જાણે આખું હિન્દુસ્તાન”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.