જીવનશૈલી મનોરંજન

હાર્દિક પંડ્યાના વડોદરામાં આવેલા આ આલીશાન ઘરની 7 તસ્વીરો જોઈને તમે ખુશ થઇ જશો, જુઓ કેવી વૈભવી લાઈફ જીવે છે

ક્રિકેટર હાર્દિક પાંડ્યાના નામથી કોણ અજાણ છે, ભારતીય ટીમમાં તે એક ઓલરાઉન્ડર તરીકે સામેલ છે તો તેની રમતને લઈને પણ ચાહકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. હમણાં જ થોડા સમય પહેલા હાર્દિકે અભિનેત્રી નતાશા સાથે સગાઈ પણ કરી છે. અને તેને લઈને પણ તે ખાસો ચર્ચામાં રહેલો જોવા મળ્યો હતો.

Image Source

હાર્દિક પંડ્યાનું ઘર વડોદરામાં આવેલું છે. અને તેના ઘરની શાહી તસવીરો જોઈને તમે પ ખુશ થઇ જશો, તેનું ઘર સપનાના મહેલ કરતા કામ નથી, ઘરની અંદરની તસવીરો જોઈને તમે પણ બોલી ઉઠશો, “વાહ, ઘર હોય તો આવું.”

Image Source

હાર્દિકના 4 બેડરૂમ વાળા વિશાલ પેન્ટ હાઉસમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. તેના આ ઘરને ઓલિવસ કેરના ક્રિએટિવ ડાયરેક્ટર અનુરાધા અગ્રવાલે ડિઝાઇન કર્યું છે. આ વિશાલ ઘરની અંદર એક ગેસ્ટ રમ પણ આવેલો છે.

Image Source

હાર્દિકના આ આલીશાન ઘરની અંદરના બેડરૂમને તમે જોઈ શકો છો જે કેટલો સુંદર છે. આ બેડરૂમમાં સામેની તરફ ટીવી છે તો બેડની પાછળ જ હાર્દિક અને સુરેશ રેના, આશિષ નહેર, યુવરાજ સીંગ અને હરભજન સીંગ જોવા મળે છે. પણ સુંદર તસ્વીર ટિંગાયેલી જોવા મળે છે.

Image Source

બીજા એક બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છે કે બેડની પાછળ દોડતા ઘોડાની તસ્વીર લાગેલી છે તો સોફાની પાછળ પણ બીજી કેટલીક તસવીરો લાગેલી છે. જેમાં હાર્દિક અને કૃણાલનો અમિતાભ બચ્ચન સાથેનો પણ ફોટો જોવા મળે છે.

Image Source

આજ બેડરૂમની અંદર સામેની તરફ એક મોટું એલઇડી ટીવી લગાવેલું જોઈ શકાય છે. તસ્વીરની અંદર જ આ ઘરની ભવ્યતાના દર્શન થતા જોવા મળે છે.

Image Source

આ ઘરની અંદર મહેમાનો પણ એક અલગ અને ખાસ ગેસ્ટરૂમ બનાવવામાં આવ્યો છે, તેની અંદર પણ કેટલીક પેઇન્ટિંગ લગાવેલી જોઈ શકાય છે. ગેસ્ટ માટે બનાવવામાં આવેલો આ રૂમ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટેલના રૂમ કરતા કમ નથી.

Image Source

હાર્દિકના ઘરનો ડાઇનિંગ એરિયા પણ મન મોહી લે તે પ્રકારનો છે. કોઈ રિસોર્ટના કેફે એરિયામાં બેઠા હોય એવી અનુભૂતિ હાર્દિકના આ ઘરની અંદર જોવા મળે છે. હાર્દિકના આ ઘરની આલીશાન તસવીરો જોઈને કોઈનું પણ મન ત્યાં જવાનું થાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.