ખેલ જગત મનોરંજન

નતાશા-હાર્દિકની આવી તસવીરો જોઇ રહી જશો હેરાન, જુઓ Cool Photos

હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિક બન્યા કુલ Daddy અને Mummy, ચાહકોને પસંદ આવી કપલની અદા

કોરોનાની મહામારીને કારણે IPL 2021 હાલ મોકૂફ છે. જે બાદ ક્રિકેટર્સ પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેનકોવિક પણ સ્ટેડિયમથી નીકળી ઘરે હવે સમય વીતાવી રહ્યા છે.

નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી પતિ અને દીકરા સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ નતાશાએ હાર્દિક સાથે કેટલીક તસવીર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં નતાશા અને હાર્દિક ખૂબ જ કુલ અંદાજમાં જોવા મળી રહ્યા છે. નતાશા વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. આ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખી લુક કમ્પલિટ કર્યો હતો.

હાર્દિકના લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ શોર્ટ્સ અને બ્લેક ટી શર્ટ કેરી કરી હતી.

આ ઉપરાંત હાર્દિકે માથા પર વ્હાઇટ વિગ અને હાથમાં મીની અંબ્રેલા પકડી હતી. હાર્દિક અને નતાશા ખૂબ જ સ્ટાઇલિશ અને કુલ અંદાજમાં પોઝ આપી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2021 દરમિયાન નતાશા ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળી હતી. હાર્દિકે વર્ષ 2020ની શરૂઆતમાં નતાશાને પ્રપોઝ કર્યુ હતુ અને તેઓએ દુબઇમાં સગાઇ કરી હતી. તેઓ 30 જુલાઇ 2020નો રોજ દીકરા અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા.