ખેલ જગત દિલધડક સ્ટોરી ફિલ્મી દુનિયા

વિદેશી છોકરી સાથે સગાઈના સમાચાર સાંભળીને હાર્દિક પંડ્યાના પિતાએ કહ્યું આવું

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષ પર બધાને જ પોણી સગાઈના સમાચાર આપીને ચોંકાવી દીધા છે. હાર્દિકે સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો પોસ્ટ કરીને આ ખબર જાહેર કરી હતી. તસ્વીરોમાં તે નતાશા સટેન્કોવિક સાથે જોવા મળ્યા. હાર્દિકની સગાઈની ખબરોએ માત્ર તેના ચાહકોને જ નહિ પણ તેના પિતાને પણ ચોંકાવી દીધા છે. તેના પિતા હિમાંશુએ કહ્યું – મને પણ ખબર ન હતી કે હાર્દિક સગાઇ કરવા જઈ રહ્યો છે. બધાની જેમ હું પણ હાર્દિક-નતાશાની સગાઈના ખબરથી હેરાન થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તેમણે બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું – નતાશા ઘણી સારી છોકરી છે. અમે મુંબઈમાં તેને ઘણીવાર મળી ચુક્યા છીએ. અમે બધાને ખબર હતી કે દુબઇમાં બંને રજાઓ ગાળવા જઈ રહયા છે. પરંતુ બંને સગાઇ કરવા જઈ રહયા છે એ વાતની અમને જરા પણ જાણ ન હતી.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

તેમણે કહ્યું, ‘આ વાતે અમને બધાને ચોંકાવી દીધા છે. અમને તેમની સગાઈના સમાચાર ત્યારે મળ્યા જયારે બંનેએ સગાઇ કરી લીધી. અમે તેમની સગાઇ વિશે કોઈ નિર્ણય લીધો ન હતો પણ હવે જલ્દી જ નિર્ણય કરીશું.’

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

1 જાન્યુઆરીએ હાર્દિકે ફિલ્મી રીતે દરિયાની વચ્ચે અભિનેત્રી નતાશાને સગાઇ માટે પ્રપોઝ કરી. એ વખતે તેની સાથે તેના ભાઈ કૃણાલ પંડ્યા અનેનજીકના મિત્રો હાજર હતા. હાર્દિક અને નતાશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર્દિક પંડ્યાની સગાઇ પર રિએક્ટ કર્યું હતું અને એ પણ આ વાત જાણીને ચોંકી ગયો હતો. વિરાટે બંનેને શુભકામનાઓ પણ આપી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.