સ્ટાર ઓલરાઉન્ડરએ 2020ની શરૂઆતમાં નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈની ઘોષણા કરી હતી. કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે નતાશા સ્ટેનકોવિકએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ગત માહિન હાર્દિક અને નતાશાએ તેના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. નતાશાએ દીકરાને જન્મ આપ્યો હતો. હાર્દિક પંડયા સારા પિતાની જવાબદારી નિભાવી રહ્યો છે. જેની જાણકારી તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

હાર્દિક પંડ્યાએ હવે તેમના પુત્રનું નામ જાહેર કર્યું છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી દ્વારા બેબી બોયનું નામ જણાવ્યું છે. પંડ્યાએ તેના પુત્ર માટે મર્સિડીઝ-એએમજી ને રમકડા મોકલવા માટે કાર ડીલરશીપ સ્ટોરનો આભાર માન્યો હતો. આ સાથે જ તેને પુત્રનું નામ પણ જાહેર કર્યું જે ‘અગસ્ત્યા’ છે. હાર્દિકે લખ્યું કે, અગસ્ત્યાની પહેલી AMG માટે થેન્કયૂ AMG બેંગ્લોર.
View this post on Instagram
જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ બંને તેમના પુત્રના જન્મથી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ એક્ટિવ છે.
View this post on Instagram
પિતા બન્યા બાદથી હાર્દિકે પિતા બનવાની તમામ જવાબદારીઓ નિભાવી છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે સમય સમય પર તેના ફોટા શેર કરતો રહે છે. હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ માટે પંડ્યાએ ટૂંક સમયમાં તેની ટીમમાં જોડાવાનું છે અને ત્યારબાદ યુએઈમાં યોજાનારી લીગ માટે રવાના થશે.
View this post on Instagram
જણાવી દઈએ કે 31 મે 2020 ના રોજ એક્ટ્રેસ સાથે નતાશા સ્ટેનકોવિચ અને હાર્દિક પંડ્યાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી માહિતી પેરેન્ટ્સ બનવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, હાર્દિક અને નતાશાએ સગાઈની ઘોષણા કરી હતી. હાર્દિકે દુબઇમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની વીંટી પહેરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.