સ્વર્ગ જેવા સુંદર ગ્રીસમાં પત્ની નતાશા સાથે રોમેન્ટિક થયો ક્રિકેટર હાર્દિક, ક્યૂટ રાજકુમાર દીકરાએ કેમેરા સામે જોઈ આપ્યા અજીબ એક્સપ્રેશન

ખેલાડીઓ એશિયા કપ માટે 20 ઓગસ્ટના રોજ દુબઈ જવાના છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ એશિયા કપની ટીમમાં સામેલ ઘણા ખેલાડીઓ તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાઇલિશ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ પહેલા થોડો રિલેક્સ મોડમાં ચાલી રહ્યો છે. લાંબી ક્રિકેટ સીઝન પહેલા, હાર્દિકે તેના પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું નક્કી કર્યું છે અને તે તેના પુત્ર અગસ્ત્ય અને પત્ની નતાશા સાથે ગ્રીસમાં વેકેશન માણી રહ્યો છે.

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર તેના પુત્ર અગસ્ત્ય અને પત્ની નતાશા સાથેની તસવીરો શેર કરી છે. પત્ની નતાશા અને પુત્ર અગસ્ત્ય સાથે ફોટો શેર કરતા હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું- આ મારી દુનિયા છે. હાર્દિક અને તેના પરિવારનો આ ફોટો ગ્રીસના સેન્ટોરિનીનો છે. જ્યાં પંડ્યા પરિવાર શાનદાર રજાઓ ગાળી રહ્યો છે. તસવીરોની ગેલેરી શેર કરતા હાર્દિકે લખ્યું છે. “વન્સ અપોન અ ટાઈમ ઇન સેન્ટોરિન”

હાર્દિકની આ પોસ્ટને પાંચ-છ કલાકમાં જ પાંચ લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. પોસ્ટની સાથે હાર્દિક અને નતાશાએ તેમના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી કેટલીક સ્ટોરી પણ શેર કરી છે. સ્ટોરી પર શેર કરવામાં આવેલ ફોટોમાં હાર્દિક નતાશા સાથે હોટ પોઝ આપતો જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં તે પોતાના પુત્ર સાથે પૂલમાં મસ્તી કરી રહી છે.

તેમજ નતાશાએ પણ સ્ટોરી પર ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેણે પોતાની તસવીરો સાથે હાર્દિક અને અગસ્ત્યની ફેમિલી તસવીરો પણ શેર કરી છે. નતાશાએ બીચ સાઇડની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. હાર્દિક નતાશા સ્ટેનકોવિક સાથે ગ્રીસમાં રોમેન્ટિક સમય વિતાવી રહ્યો છે. બંને એકબીજામાં ખોવાઈ ગયેલા પણ જોવા મળે છે, જેનો અંદાજ નતાશાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો જોઈને લગાવી શકાય છે. જેમાં આ કપલ પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યું છે.

આ ફોટો નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. હાર્દિક પંડ્યાને જોઈને કોઈ પણ કહી શકે છે કે તે નતાશાના પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલો છે. નતાશા પૂલસાઇડ બેન્ચ પર બેઠી છે જ્યારે હાર્દિક પંડ્યા સહેજ ઝૂકીને તેની નજીક ઊભો છે. આ ફોટોમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંનેનો લૂક ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ તેના માથા પર ક્રીમ રંગની ટોપી પહેરી છે. જેમાં બ્રાઉન બેલ્ટ પણ છે. આ તસવીરમાં નતાશા સ્ટાઇલિશ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, આ કપલે 1 જાન્યુઆરી 2020ના રોજ દુબઈમાં સગાઈ કરી હતી. સોશિયલ મીડિયા પર હાર્દિકે પોતાની સગાઈનો ફોટો મૂકી ચાહકો સાથે ખુશી વ્યક્ત કરી હતી. આ પહેલા હાર્દિક અને નતાશા વચ્ચે અફેરના કોઈ સમાચાર આવ્યા ન હતા. અચાનક સગાઈથી ચાહકો પણ ચોંકી ગયા હતા. ચાહકોને વધુ મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે હાર્દિક લગ્ન પહેલા જ પિતા બન્યો હતો. 30 જુલાઈ 2020ના રોજ, હાર્દિકે ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ નતાશા પ્રેગ્નેટ છે અને તે પિતા બનવાનો છે. હાર્દિક પંડ્યાએ પોતાના બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું છે.

Shah Jina