હાર્દિક પંડ્યા હાલ પોતાની પત્ની અને પોતાના દીકરા અગત્સ્ય સાથે અમદાવાદની અંદર છે. અમદાવાદમાં યોજાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને ટી-20 સીરીઝનો તે ભાગ છે. આ દરમિયાન હાર્દિકના ઘણા બધા મસ્તી ભર્યા વીડિયો અને તસવીરો પણ સામે આવે છે.
ત્યારે હાલમાં જ પત્ની નતાશા સાથે શાનદાર અંદાજમાં પોઝ આપતી કેટલીક તસવીરો નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
નતાશાએ શેર કરેલી તસ્વીરોમાં હાર્દિક અને નતાશા મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળી રહ્યા છે. સાથે તેઓ ફોટોગ્રાફર સામે પોઝ પણ આપી રહ્યા છે.
હાર્દિકે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ ફોટોશૂટની એક તસ્વીર શેર કરી છે જેની સાથે કેપશનમાં હાર્દિકે “કેઝ્યુઅલ સન્ડે” અને ભૂરા રંગનું દિલ પણ પોસ્ટ કર્યું છે.
View this post on Instagram
હાર્દિક અને નતાશાની આ તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમનો આ સ્ટાઈલિશ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
આ પહેલા પણ નતાશાએ પોતાનો એક ડાન્સ વિડિઓ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો તે પણ ખુબ જ વાયરલ થયો હતો. જેમાં નતાશા હોટલની રૂમમાંથી ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
હાર્દિક પણ અમદાવાદમાંથી દીકરા અગત્સ્ય અને પત્ની નતાશા સાથે ઘણી બધી તસવીરો શેર કરતો રહે છે, જે ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ પણ થઇ જાય છે.