ખેલ જગત મનોરંજન

રોમેન્ટિક ડિનર ડેટ ઉપર પત્ની નતાશા સાથે ગયો હાર્દિક પંડ્યા, તસવીરો થઇ રહી છે વાયરલ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન હાર્દિકનું દમદાર પર્ફોમન્સ પણ જોવા મળ્યું. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તે હવે પોતાના ઘરે પરત ફર્યો છે. અને લાંબા સમય બાદ પોતાની પત્ની અને દીકરા અગત્સ્ય સાથે સમય વિતાવી રહ્યો છે.

Image Source (Instagram: Nataša Stanković)

આ દરમિયાન જ હાર્દિક પત્ની નતાશા સાથે ડિનર ડેટ માટે પહોંચ્યો હતો, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

હાલમાં જ નતાશા સ્ટેનકોવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હાર્દિક અને તે ક્વોલિટી ટાઈમ પસાર કરતા નજર આવી રહ્યા છે. તેને હાર્દિકની તસ્વીર પોતાની સ્ટોરીમાં શેર કરી છે અને લખ્યું છે “માઈ ડિનર ડેટ”. નતાશાની આ તસ્વીરને હાર્દિકે પણ પોતાની સ્ટોરીમાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)

દીકરા અગત્સ્યના જન્મના એક મહિના બાદ જ હાર્દિક પંડ્યા આઇપીએલ રમવા માટે દુબઇ ચાલ્યો ગયો હતો, ત્યાં તે પાંચમી વખત આઇપીએલનો ખિતાબ જીતનાર મુંબઈ ઇન્ડિયન ટીમનો ભાગ હતો. ત્યારબાદ ત્યાંથી જ સીધો તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ચાલ્યો ગયો જ્યાં તેને ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચમાં ભાગ લીધો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)

ઓસ્ટ્રેલિયાથી પરત આવીને દીકરા અગત્સ્યને જોઈને હાર્દિક ખુબ જ ભાવુક પણ બની ગયો હતો. પોતાના દીકરાને દૂધ પીવડાવતી તસ્વીર પણ હાર્દિકે શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી.