હાર્દિક પંડ્યા અને પત્ની નતાશાની દીકરા સાથે દરિયાકાંઠે મસ્તી કરવાની તસવીરો થઇ વાયરલ, નતાશા કંઈક આવી રીતેે કર્યુ રિએક્ટ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની મેચ સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. તેઓ હાલ તો પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. હાલમાં જ તેઓની તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે પત્ની નતાશા અને દીકરા અગસ્ત્ય સાથે બીચ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

હાર્દિક અને નતાશા બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તેમની તસવીરો પણ ઘણી વાયરલ થતી રહે છે.

નતાશા સ્ટેનકોવિકે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પતિ અને દીકરા સાથે તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં હાર્ટ ઇમોજી લગાવી છે.

આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, બંનેના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે અને તે વાતની જ એ સાબિતી છે કે તેમની કોઇ પણ તસવીર જલ્દી વાયરલ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 30 સપ્ટેમ્બરના રોજ દીકરા અગસ્ત્યના પેરેન્ટ્સ બન્યા હતા. હાર્દિક પંડ્યા હાલ પરિવાર સાથે ખુશીથી સમય વીતાવી રહ્યા છે.

નતાશા અને હાર્દિક આ પહેલા પણ દીકરા સાથે પુલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. જેની ઘણી તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે ખૂબ વાયરલ પણ થઇ હતી.

નોંધનીય છે કે, હાલમાં જ હાર્દિકે થોડા સમય પહેલા દીકરા સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે અગસ્ત્યનો હાથ પકડેલો હતો અને તેઓ અગસ્ત્યને ચલાવી રહ્યાા હતા. ચાહકોએ આ વીડિયોને ઘણો પસંદ કર્યો હતો.

Shah Jina