જીવનશૈલી

ક્રિકેટર હાર્દિક-કૃણાલ પંડ્યાએ ખરીદી હતી નવી લેમ્બોર્ગીની કાર, કિંમત જાણીને ઉડી જશે હોશ- જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને કારણો બેહદ શોખ છે. પંડ્યા પાસે ઘણી ગાડી છે. ત્યારે ફરી એકે વાર હાર્દિકે એક નવી કાર ખરીદી છે.

હાર્દિકે હાલમાં જ નવી લેમ્બોર્ગીની કાર ખરીદી છે. જેની કિંમત કરોડોમાં છે. શનિવાર હાર્દિક તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે મુંબઇના વર્ષોવામાં જોવા મળ્યો હતો. જ્યાં બન્ને ભાઈઓ લેમ્બોર્ગીની કારમાંથી ઉતરીને જિમ જતા નજરે ચડયા હતા. આ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સાથે જ પંડ્યા ભાઈઓની કારમાં બેસતી અને બહાર નીકળતા હોવાના ફોટો પણ સામે આવ્યા છે. આ ફોટોમાં બન્ને ભાઈઓ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. જણાવી દઈએકે આ 2 સિટર લેમ્બોર્ગીની કાર ઓરેન્જ કલરની છે. આ કારની કિંમત લગભગ 3-5 કરોડની આજુબાજુ બતાવવામાં આવી રહી છે.

Image Source

આ કારનું એન્જીન 515થી 544 કિલોવોટ હોર્સ પાવરનું છે. પેટ્રોલથી ચાલનારી આ ગાડીમાં ફ્યુઅલ ટેન્કની ક્ષમતા 90 લિટરની છે. આ 5-7 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે.

Image Source

હાલતો કૃણાલ અને હાર્દિક બન્ને ટિમ ઇન્ડિયાની બહાર છે. ભારતીય ટિમ આજકાળ વેસ્ટઇન્ડિઝમાં છે. આ દરમિયાન હાર્દિક પંડયાને આરામ આપવામાં આવ્યો છે, તો કૃણાલ ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. ટી-20 સિરીઝ પૂર્ણ થતા જ કૃણાલ ભારત આવી ગયો હતો.

 

View this post on Instagram

 

Watch Video : Pandya drives his new Lamborghini 💥 . . . #hardikpandya #krunalpandya #filmypr

A post shared by Filmy (@filmypr) on

વર્લ્ડ કપ બાદ હાર્દિક ટિમ ઇન્ડિયાથી દૂર જ છે. પંડ્યાને વેસ્ટઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પૂરો આરામ જ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 3 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. તેથી હજુ 20થી 25 દિવસ સુધી હાર્દિક આરામ પર છે. ભારતીય ક્રિકેટરોમાં ખુબ જ મોંઘી કાર હશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પાસે સૌથી મોંઘી કાર પોણા 3 કરોડની છે. ત્યારે પૂર્વ કેપ્ટન ગાડી તેમજ બાઇકોના શોખીન એમએસ ધોનીએ હાલમાં જીપ શેરોકી ગાડી ખરીદી હતી. જેની કિંમત 1 કરોડની આસપાસ છે.

તમને જણાવી દઈએ કે 2 સીટ ધરાવતી આ ગાડી ઘણી હાઇટેક છે અને તેનું ઈન્ટીરિયર એટલું જબરદસ્ત છે કે જોતા જ લઇ લેવાનું મન થઇ જશે. કારનું એન્જિન 515થી544 હોર્સપાવરનું છે. પેટ્રોલથી ચાલતી આ ગાડીની ફ્યૂલ ટેન્ક ક્ષમતા Approx 90 લીટર છે, જે પ્રતિ લીટર 5-7 કિલોમીટરની માઇલેજ આપે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.