નવરાત્રિના પહેલા દિવસે જ ‘ચમત્કાર’ સાથે જન્મી આ બાળકી, લોકો કહી રહ્યા છે “માતા દુર્ગા”- જુઓ વીડિયો

હાલ તો ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે આ દિવસોમાં એક બાળકી ચર્ચાનો વિષય બની છે.  નવરાત્રીના પહેલા દિવસે એક અનોખી બાળકીના જન્મને લોકો ચમત્કાર માની રહ્યા છે. આ નાની બાળકીના હાથની આંગળીઓ પર મહેંદી છે. તેનો જન્મ રાહતગાંવ આરોગ્ય કેન્દ્રમાં શનિવારે વહેલી સવારે થયો હતો. જો કે ડોક્ટરોનું કહેવું છે કે સમય પહેલા જન્મ લેવાને કારણે બાળકીની આંગળીઓ પર નિશાન છે. નોંધનીય છે કે રાહતગાંવ હેલ્થ સેન્ટરમાં આ બાળકીનો જન્મ થતાં જ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.

જરૂરી તપાસ અને કાળજી લીધા બાદ જ્યારે તેઓ બાળકીને માતા જૂહી બિસ્વાસ અને પિતા સૌરભ બિસ્વાસ પાસે લાવ્યા ત્યારે કેન્દ્રમાં ખુશીનો માહોલ હતો. ત્યાં હાજર સ્ટાફ અને લોકો આ છોકરી વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વાત એટલી ફેલાઈ ગઈ કે આજુબાજુના લોકો પણ બાળકીને જોવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ભેગા થઈ ગયા.નવરાત્રિના પહેલા દિવસે આ બાળકીનો જન્મ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે છોકરીના હાથની તમામ આંગળીઓ મહેંદીથી ઢંકાયેલી છે. હવે તે ચમત્કાર છે કે વિજ્ઞાનનો ચમત્કાર, પરંતુ લોકો બાળકીને મા દુર્ગાનું સ્વરૂપ કહી રહ્યા છે.

જન્મજાત મેલાનોસાયટીક નેવુસ (CMN) નામની સ્થિતિમાં, બાળકોના જન્મ સમયે ત્વચા પર કાળા નિશાન હોય છે. નિષ્ણાતોના મતે, આ સમસ્યા ગર્ભાશયમાં પિગમેન્ટ કોશિકાઓના વિકાસમાં ખલેલને કારણે થાય છે, પરંતુ આ નિશાન શરીર પર ક્યાંય પણ હોઈ શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બાળકને ઉપરોક્ત સમસ્યા છે કે નહીં. આ કિસ્સો મધ્યપ્રદેશના હરદા જિલ્લાનો છે.

Shah Jina