હરભજન સિંહના ઘરે ફરી ગુંજી કિલકારી, પત્ની ગીતા બસરાએ આપ્યો તેમના બીજા બાળકને જન્મ, જાણો દીકરો આવ્યો કે દીકરી…

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બની ગયા છે. તેમની પત્ની ગીતા બસરાએ તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. હરભજનસિંહે ઇન્સ્ટાગ્રામ પર શનિવારના રોજ ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી છે.

હરભજન સિંહે જણાવ્યુ કે, તેમની પત્ની અને બાળક બંને સ્વસ્થ છે. માર્ચમાં આ કપલે જણાવ્યુ હતુ કે, જુલાઇમાં તેમના ઘરે નાનું મહેમાન આવવાનું છે.

આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં ચાહકો હરભજન અને ગીતાને શુભકામના આપી રહ્યા છે. આ સાથે હરભજન અને ગીતાને આ બાળકની પહેલી તસવીર પણ શેર કરવાનું કહી રહ્યા છે. ચાહકો તસવીર અને નામની ખૂબ જ રાહ જોઇ રહ્યા છે તેવું પણ કહી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, કેટલાક દિવસ પહેલા જ ગીતા બસરાની વર્ચુઅલ ગોદભરાઇની રસમ થઇ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. ગીતા બસરાએ કોરોના કાળ દરમિયાન પ્રેંગ્નેસીમાં તેનું ખાસ ધ્યાન રાખ્યુ છે. આ માટે તેમણે રોજ ઘરે યોગા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, હરભજન અને ગીતા બસરાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને તે બાદ 29 ઓક્ટોબર 2015ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પંજાબના જાલંધરમાં થયા હતા.

તેમના લગ્નમાં ક્રિકેટ અને ફિલ્મ જગતની નામી હસ્તીઓ આવી હતી. ગીતા તેની પ્રેગ્નેંસી સમયે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી અને તેના પ્રેગ્નેંસી લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. તમને જણાવી દઇએ કે, ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યો છે.

ગીતા બસરાએ બેબીબંપ ફ્લોન્ટ કરતી તસવીરો પણ શેર કરી હતી. ગીતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ઘણી હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેની પહેલી ફિલ્મ વર્ષ 2006માં રીલિઝ થઇ હતી. વર્ષ 2016 બાદ ગીતાની કોઇ ફિલ્મ રીલિઝ થઇ નથી. ગીતાએ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે.

ગીતા બસરા અને હરભજન સિંહને એક દીકરી છે જેનું નામ હિનાયા છે. ગીતા ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર દીકરી હિનાયા સાથેની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra)

Shah Jina