બે ટ્વીન્સ બાળકોની માતા અને અભિનેત્રીનું 45 વર્ષની ઉંમરે થયું નિધન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે તેમની ઉમર ફક્ત 45 વર્ષ જ હતી. અભિનેત્રીને ફેફસાનાં કેન્સરની બીમારીને લિધે નિધન થયા હોવાના સમાચાર છે. આ અભિનેત્રીએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલાંજ તેણે તેનાં ખોળાની તસવીરો તેનાં સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર શેર કરી હતી.

આ ગુજરાતી અભિનેત્રીએ ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી તેણે ખુબ સરસ ફિલ્મોમાં રોલ નિભાવ્યો છે. હેપી શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. અભિનેત્રીએ ગુજરાતી નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. તેણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.

નામ પ્રમાણે અભિનેત્રી ખુશમિજાજ રહેતા, હસ્તા અને હસાવતા રહેતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો. અભિનેત્રીએ સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી અભિનેત્રીને આર્ટ્સમાં રસ હતો, તેમ છતાંય ફ્રેન્ડઝ સાથે રહેવા માટે તેમણે 11-12નો અભ્યાસ કોમર્સમાં કર્યો. જો કે આખરે પિતાના સમજાવ્યા બાદ તેમણે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલી’થી કર્યું હતું. પછી અભિનેત્રીએ ‘મારા સાજણજી’, ‘મારી પાનખર ભીંજાઈ’ જેવી અનેક સિરિયલોમાં રોલ નિભાવ્યો હતો. ટીવી શો અને નાટકો બાદ ગુજરાતી અભિનેત્રીએ વિજયગિરી બાવાની ફિલ્મ ‘પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર’ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મ માટે તેમને ‘ટ્રાન્સમીડિયા’નો ‘બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ’નો એવૉર્ડ મળ્યો હતો. તેમજ ‘મહોતું’ શોર્ટ ફિલ્મ દ્વારા અભિનેત્રીએ લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ ફિલ્મને પણ નેશનલ એવૉર્ડ મળ્યો હતો.

YC