ફિલ્મી દુનિયા

આ 8 સ્ટાર્સને ફેન્સે મુક્યા મુશ્કેલીમાં,કંટાળીને દેસી ગર્લે તો મારી દીધો થપ્પડ!

ફિલ્મ સ્ટારના ચાહકો બહુ હોય છે, પરંતુ આ જ ફેન્સ ક્યારેક તેમના માટે મુશ્કેલી ઉભી કરતા હોય છે. જી હાં ઘણી વખત સેલિબ્રિટિઝની સાથે ગેરવર્તન પણ થતી હોય છે. આવો આ જ બનેલા કિસ્સા વિશે જાણીએ.

Image Source

પ્રિયંકા ચોપરા:
અંજાના-અંજાની ફિલ્મના શૂટિંગ દરમિયાન અચાનક એક ફેન પ્રિયંકાની પાછળથી આવ્યો અને તેમને ફોટો ખેંચવાની વિનંતી કરવા લાગ્યો. આ વાત પર પ્રિયંકા એટલી ગુસ્સે થઈ હતી કે કોઈ પણ વિલંબ કર્યા વગર તેમને તેને એક થપ્પડ મારી દીધો હતો.

Image Source

અક્ષય કુમાર:
ખિલાડી ફિલ્મ ગબ્બરના શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે એક ફેનને થપ્પડ મારી હતી. અહેવાલો મુજબ, ઘણીવાર ચેતવણીઓ મળ્યા બાદ પણ પ્રશંસકે સિક્યુરિટી કોર્ડનને પાર કરી દીધી હતી. માત્ર આટલું જ નહીં, તે અક્ષયની ગુસ્સે ભરાય તેવા પોતાના સેલ ફોનમાં ચિત્રો ક્લિક કરવા માટે અભિનેતાની નજીક ગયો અને તેણે તેના ચાહકના ચહેરા પર થપ્પડ મારી પ્રતિક્રિયા આપી. જો કે બાદમાં અક્ષયે ટ્વિટર દ્વારા આ સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી અને આ બધી બાબતોનો ખુલાસો કર્યો હતો.

Image Source

સોનમ કપૂર:
સોનમ જ્યારે ફિલ્મ ‘રાંઝણા’ નું પ્રમોશન કરી રહી હતી ત્યારે ફેંસની ભીડમાં તેના સાથે છેડછાડ થઇ હતી. આવી સ્થિતિમાં તેમના કો-સ્ટાર ધનુષ મદદ માટે આવ્યા હતા અને સોનમને જેમ તેમ કરીને બહાર નીકાળી હતી.

Image Source

શાહરુખ ખાન:
શાહરૂખ ખાન એક એવો અભિનેતા છે જે તેના પ્રશંસકોને ખૂબ ચાહે છે. તે તેના મૈત્રીપૂર્ણ અને આનંદકારક સ્વભાવ માટે તેના મિત્રોમાં લોકપ્રિય છે. પરંતુ તાજેતરમાં, અભિનેતા એમ્સ્ટરડેમમાં શૂટિંગ દરમિયાન, એક ચાહકે અભિનેતાની નજીક આવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે શાહરુખ ખાન ખરેખર તે વ્યક્તિ સાથે કંટાડી ગયો અને તેને પાછળ ધકેલી દીધો.

Image Source

કેટરિના કૈફ:
વાત 2005 ની દુર્ગા પૂજાની છે. આ પૂજામાં ભાગ લેવા કેટરિના કોલકાતા આવી હતી. જો કે આ દરમિયાન તેમની ઉપર ભીડ તૂટી પડી હતી. સિક્યોરીટી વાળા એ કેટરિનાને જેમ તેમ બહાર નીકાળી હતી, પરંતુ તે દરમિયાન તેમના સાથે થોડીક છેડછાડ થઇ ગઈ હતી.

Image Source

શાહિદ કપૂર:
શાહિદ કપૂરને તેની પહેલી ફિલ્મ ઇશ્ક વિશ્ક બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. શાહિદ એક ઇવેન્ટમાં પહોંચ્યો તો તેની ગાડીની આસપાસ છોકરીઓ વિટડાઇ ગઇ હતી. શાહિદને જવા માટે જગ્યા પણ ન આપી. ગાર્ડની મદદથી ખુબ જ મુશ્કેલથી શાહિદ તે ભીડમાંથી બહાર નીકળ્યો.

Image Source

વિદ્યા બાલન:
એક ફેન એ વિદ્યાને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. વિદ્યા તૈયાર તો થઇ ગઈ હતી, પણ તેણે પરવાનગી વગર વિદ્યા પર હાથ રાખવા લાગ્યો હતો. વિદ્યાએ બે વખત તેને એવું કરવાથી મનાઈ કરી દીધી. પરંતુ જ્યારે ફેન તો પણ ના માન્યો, ત્યારે વિદ્યા ત્યાંથી સેલ્ફી ખેંચ્યા વગર જ ચાલી ગઈ હતી.

Image Source

જ્હોન અબ્રાહમ:
ફિલ્મ ‘ફોર્સ’ ના પ્રમોશન દરમિયાન જોન ઈંદોરમાં આવ્યા હતા. અહીં તેમના એક પ્રશંસકે જ્હોને પ્રભાવિત કરવા માટે બાઇકને વધુ ઝડપે દોડાવ્યું અને નીચે પડી ગયા હતા. ત્યારબાદ જ્હોન તે ફેન ની મદદ માટે દોડી ગયા અને તેનું ડ્રેસિંગ પણ કર્યું હતું. જો કે આ પછી જ્હોન એક વખત ફેન ને લાફો માર્યો હતો અને તેમની માતાને ફોન પર ફરિયાદ પણ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.