હોળી ઉપર કરી લો હનુમાનજીના આ ખાસ ઉપાય, દુઃખ અને તકલીફ દૂર કરવામાં દાદા કરશે સહાય

બજરંગબલીને માનતા હોવ તો જરૂર વાંચજો, તમારા તમામ દર્દ દૂર કરી દેશે

હોળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આવતીકાલે રોજ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી સાથે ઘણી ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે હોળી દહન સાથે જ નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે, ત્યારે આ દર્મિયા જ્યોતિષ દ્વારા ઘણા એવા ઉપાય સુઝવવામાં આવે છે જેના દ્વારા તમારા જીવની ઘણી તકલીફો દૂર પણ થઇ શકે છે.

એવો જ ઉપાય હનુમાન દાદા સાથે જોડાયેલો છે જે હોળી ઉપર કરવામાં આવે તો તમારા જીવનમાં દુઃખ અને તકલીફોનો નાશ થાય છે. તો ચાલો જોઈએ કે હોળી ઉપર કેવી રીતે હનુમાન દાદાના કેવા ઉપાય કરવા જોઈએ.

હિન્દૂ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. તેના બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે, જેને આપણે ધુળેટી કહીએ છીએ. હોળીની રાત્રે જો હનુમાનજીની પૂજા અને કેટલાક ઉપાય કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. તેને ખુબ જ કલ્યાણકારી પણ માનવામાં આવે છે.

હોળીની રાત્રે સ્નાન કરી અને ત્યારબાદ હનુમાનજીના મંદિરમાં જવું. તમે તમારા ઘરના મંદિરમાં પણ હનુમાનજીની પ્રતિમા કે ચિત્ર સામે બેસીને પૂજા કરી શકો છો.

પૂજા કરતા સમયે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. સાથે જ ચોખા પણ ચઢાવવા. ત્યારબાદ સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવી.

હનુમાનજીને હાર, ફૂલ, પ્રસાદ વગેરે અર્પણ કરવું. આરતી પણ કરવી. પ્રસાદની અંદર ગોળ અને ચણા ચઢાવવા.

હોળીની રાત્રે હનુમાન ચાલીસાનો જાપ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી તમારા જીવનમાં આવેલા તમામ કષ્ટ પણ દૂર થઇ જશે અને તકલીફોનો પણ નાશ થશે.

Niraj Patel