ઘણા લોકોના સપના હોય છે કે તે અમીર બને પરંતુ ક્યારેક કિસ્મત સાથ નથી આપતું, મહેનત કરતા હોવા છતાં પણ માલામાલ બનાવના આપણા સપના અધૂરા જ રહી જાય છે, ત્યારે એક માત્ર રસ્તો ઈશ્વર પાસે ખુલ્લો હોય છે, આવો જ એક રસ્તો હનુમાનજીની પૂજામાં પણ રહેલો છે, શનિવારના દિવસે જો સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હનુમાનજીની પૂજા કરવામાં આવે તો દાદા ધન ધાન્યથી ભરી દે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ વ્યાપી જાય છે. ચાલો જોઈ હનુમાનજીની પૂજા શનિવારના દિવસે કેવી રીતે કરવી જોઈએ.

હનુમાનજીની આરાધના માટે શનિવારનો દિવસ ખાસ માનવામાં આવે છે, શનિવારના દિવસે સાચા મન અને ભક્તિભાવ પૂર્વક કરેલી આરાધના હનુમાનજી જરૂર સાંભળે છે. માટે શનિવારના દિવસે દાદાના મંદિરે દર્શન કરવા જરૂર જવું જોઈએ.
શનિવારની દિવસે તેમની પૂજા અને અર્ચના કરવા પાછળનું પણ એક માહાત્મ્ય રહેલું છે, શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જઈને પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે.
હનુમાનજીનું નામ માત્ર લેવાથી જ સંકટો દૂર થતા હોય છે તેવામાં શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેમના નામનો જાપ કરવાથી પણ જીવનમાં આવેલા સંકટો દૂર થતા હોય છે, શનિવારના દિવસે ખાસ હનુમાનજીના મંદિરમાં જઈને તેમના અલગ અલગ નામનો જાપ કરવો જોઈએ.

શનિવારના દિવસે ખાસ કેટલાક મંત્રોનો જાપ કરવાથી પણ જીવનમાં આવેલા તમામ કષ્ટો અને દુઃખો દૂર થાય છે. હનુમાન દાદાના મંદિરમાં જઈને ।। ऊँ आदिदेव नमस्तुभ्यं सप्तसप्ते दिवाकर त्वं रवे तारय स्वास्मानस्मात्संसार सागरात।। મંત્રોનો જાપ 108 વાર કરવો ઘણી જ ફાયદાકારક છે. મંત્ર જાપ કર્યા બાદ મીઠાઈ અથવા તો ફળના પ્રસાદનો ભોગ ધરાવી 5 કુંવારિકાઓ અથવા તો કોઈ ગરીબને ખવડાવવાથી પણ દાદાની કૃપા વરસે છે અને જીવનના તમામ સંકટો દૂર થાય છે.
શનિવારના દિવસે હનુમાનજીઈ કૃપા મેળવવા માટે લાલ રંગના કપડાં, ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવો જોઈએ, જેનાથી દાદાની કૃપા મળે છે અને જીવનના દુઃખો દૂર થાય છે.

શનિવારના દિવસે ખાસ હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસ અને સુંદરકાંડના પાઠ કરવા પણ ઘણા જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી પણ જીવનના ઘણા કષ્ટો દૂર થાય છે.
જો તમારા કામમાં વારંવાર અડચણો આવતી હોય તો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવાથી પણ કામમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે.