સાળંગપુર વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ ! કુંડળ સ્વામિનારાયણ મંદિરમાં નીલકંઠવર્ણીને હનુમાનજી ફળ અર્પણ કરતાં હોય તેમ દર્શાવાયા

વધુ એક મંદિરને લઇને વિવાદ : કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતાં હોય તેવી મૂર્તિ

Kundal Temple Controversy : ગુજરાતમાં હાલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે કંડારવામાં આવેલ ભીતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ હજુ તો શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સર્જાયો છે અને હનુમાન ભક્તોને ઠેસ પહોચી છે.કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જે હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવી છે તેમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરી રહ્યા હોય તેમ દર્શાવવામાં આવ્યા છે.

સાળંગપુર બાદ કુંડળ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ મામલે વિવાદ
કુંડળ ધામ મંદિર કારેલીબાલ સ્વામિનારાયણ મંદિર વડોદરા દ્વારા સંચાલિત છે. જ્યાં હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે ત્યાં એકબાજુ એવુ બોર્ડ મરાયુ છે કે, શ્રીનીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજી મહારાજ.

નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા
કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જતા રસ્તાની બાજુમાં નીલકંઠવર્ણીની અનેક વાત મૂર્તિયો દ્વારા જણાવવામાં આવી છે. ત્યારે હવે આ મામલે હાલ વિવાદ વકર્યો છે. ઉલ્લેખનીય છે કે સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ કદની પ્રતિમાના નીચે ભીંતચિત્રોને લઇને વિવાદ સર્જાયો છે,

આમાંથી એક ભીંતચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડી વંદન કરતા દર્શાવાયા છે. આ ઉપરાંત હનુમાનજીને કપાળે જે તિલક બનાવાયું છે, તે સ્વામિનારાયણનું હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina