ધાર્મિક-દુનિયા

હનુમાનજીને પ્રસન્ન કરવાના 10 ઉપાય, આ ઉપાય કરો અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરો

તમે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો હનુમાનજીને ખુશ કરવા ખૂબ જ ઉપયોગી છે. હનુમાનજીને બજરંગ બલીના નામથી પણ ઓળખવામાં આવે છે. બે દિવસ મંગળવાર અને શનિવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે આ દિવસમાં હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. જો તમે હનુમાનજીને ખુશ કરવા માગતા હોવ અથવા તો પ્રસન્ન કરવા માગતા હોય તો આ ઉપાય અવશ્ય કરો.

Image Source

1) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે શ્રી રામ મંત્ર જાપ કરવો.

બધા જ જાણે છે કે હનુમાનજી શ્રી રામ ભગવાનના મોટા ભક્ત હતા. એટલા માટે હનુમાનજીને ખુશ કરવા માટે જય શ્રી રામ મંત્ર જાપ કરો જેનાથી હનુમાનજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે.

2) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માગતા હોવ તો દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

3) હનુમાનજીનુ વત રાખવુ.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દર મંગળવારે હનુમાનજીનો વત રાખવો તેમજ સાંજે બુંદીનો પ્રસાદ કરવો.

Image Source

4) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ખરાબ કાર્ય ન કરવુ.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ખરાબ કાર્ય ન કરો જેનાથી કોઈ પણ કષ્ટ પડે અથવા તો કોઈ પણ પરેશાન થાય તે કાર્ય ન કરવુ.

5) સુંદરકાંડનો પાઠ કરવો

હનુમાનજી ને ખુશ રાખવા માટે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવો.

6) હનુમાનજીને ગુલાબની માળા ચડાવી.

મંગળવારની સાંજે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને કેવડાનો ઇતર ગુલાબની માળા ચડાવી.

7) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ગરીબોને મદદ કરવી.

હનુમાનજી ને ખુશ કરવા માટે ગરીબને મદદ કરવી તેમ જ બધાની સાથે સારો વ્યવહાર રાખવો અને માતા પિતા નું સન્માન કરવું.

Image Source

8) લાલ રંગના વસ્ત્ર પહેરવા

મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા કારણકે હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પસંદ છે.

9) હનુમાનજીને સિંદૂર ચઢાવવુ.

હનુમાનજીને સિંદૂર લગાવો ખૂબ જ પસંદ હતું એટલા માટે હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાનજીને સિંદૂર ચઢાવવું જેનાથી હનુમાનજી ખુશ થશે.

10) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે બનારસી પાન ચઢાવો.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દર મંગળવારના દિવસે બનારસી પાન ચઢાવવાથી હનુમાનજી પ્રસન્ન રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.