ધાર્મિક-દુનિયા

મંગળવારના દિવસે કરો આ કામ, બજરંગ બલી થશે પ્રસન્ન

શું તમારા જીવનમાં સંકટે પગપેસારો કરી દીધો છે. કોઈ પૂજા અર્ચના કરી હોવા છતાં કોઈ હલ નથી આવતો. તો તમે મંગળવારે સંકટ મોચન હનુમાનજી ને પ્રસન્ન કરવાથી બધાજ દુઃખ અને દર્દ દૂર કરી શકો છો. બજરંગ બલીના ભક્તોને ક્યારે પણ સંકટનો સામનો નથી કરવો પડતો. કારણકે બજરંગબલી ઘણા જ દયાળુ છે.

મંગળ શબ્દનો મતલબ થાય છે શુભ. એટલે જયારે પણ શુભ કામની શરૂઆત કરવી હોય ત્યારે મંગળવારથી કરાઈ છે. મંગળવારના દિવસને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે.આ દિવસે 10 કાર્ય કરવાથી રામ ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

Image Source

મંગળવારની સાંજે નાહીને સરસોનું તેલ અને શુદ્ધ ઘી લઈને મંદિરમાં જઈને હનુમાનજી આગળ દીવો કરવાનો. ત્યારબાદ હનુમાન ચાલીસ કરવાથી તમારા જીવનમાં ખુશી આવશે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સૌથી આસાન ઉપાય છે તુલસીના પાનની માળા। તુલસીના પાનની માળા હનુમાનજીને અત્યંત પ્રિય છે.

Image Source

મંગળવારના દિવસે સવારે રામ મંદિરમાં જઈને હનુમાનજીના મસ્તહક પર્ણોસિંદુર જમણા હાથના અંગુઠામાં લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દેવાનું. કારણકે હનુમાનજી ના આરાધ્ય દેવ રામ અને માતા સીતા છે.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ગોળ.ચણા , કેળા અને લાડુ મંગળવારે વાંદરાઓને ખવડાવવા. મંગળવારના દિવસે રામાયણ અને રામચરિતમાનસની ચોપાઈ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

Image Source

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સવા કિલો લોટમાં ઘી અને ખાંડ અને તુલસીના પણ નાખો. ત્યાર બાદ આ ભોગ ગમે તે બાલાજી મંદિરમાં જઈને ચઢાવો. ત્યારબાદ હનુમાનજીના મંત્રોના જાપ કરો. બાદમાં આ ભોગ ગાયને ખવડાવી દ્યો.માન્યતા છે કે,આ કાર્ય કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.

શ્રી રામ નામના જાપ કરવાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે.એટલે મંગળવારના દિવસે રામનામના જપ કરાવથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

Image Source

મંગળવારના દિવસે હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ ચઢાવવાથી બજરંગ બાલી ખુબ જ પ્રસન્ન થાય છે. પીપળાના પાનની માળા બનાવી તેના પર રામ નામ લખવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. મંગળવારે હનુમાનજીનું સિન્દૂરથી પૂજન કરવાથી બધા દુઃખ દર્દ ભાગી જાય છે.

Image Source

મંગળવારે પાનનું બીડું ચઢાવવાથી રોજગારના રસ્તા ખુલે છે. નોકરીમાં પણ પ્રમોશન મળે છે. મંગળવારે સાંજના સમયે કેવડા અથવા ગુલાબની માળા ચઢાવો. સ્વયં પણ લાલ કલરના વસ્ત્રો પહેરો,ધન માટે હનુમાનજીપે પ્રસન્ન કરવા માટે આ સરળ ઉપાય છે. મંગળવારે આખો દિવસ વ્રત કરી સાંજે બૂંદીના લાડુ અથવા બુંદી પ્રસાદ રૂપે બાંટો. જેનાથી સંતાન સંબંધી સમસ્યા દૂર થઇ જાય છે.

Image Source