જ્યોતિષ શાસ્ત્ર

હનુમાનજીના મંદિરમાં જઈને કરી લો ફક્ત આ 10 કામ, હનુમાન દાદા બનાવી દેશે માલામાલ

હનુમાન દાદા આ શ્રુષ્ટિ ઉપર અજર અમ્ર દેવ છે, આ ધરતી ઉપર માત્રહનુમાનજીને અમરત્વ મળેલું છે અને તેના કારણે જ તે પૃથ્વીના કોઈપણ ખૂણે આ સને બિરાજમાન જરૂર છે. હનુમાન દાદા પાસે સાચી નિષ્ઠા અને મનની સાચી ઈચ્છાથી માંગવામાં આવેલી કોઈપણ વસ્તુ હનુમાનજી આપે છે, મનના મનોરથ પણ પૂર્ણ કરે છે, અને જીવનમાં આવતા કષ્ટોનું પણ નિવારણ કરે છે એટલે જ તો હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હનુમાનજીની પૂજા કરવા માટે કેટલીક ખાસ બાબતનું જો ધ્યાન રાખીએ તો હનુમાનજીની કૃપાદૃષ્ટિ ચોક્કસ મળે છે. આજે અમે તમને એવી જ 10 બાબતો બતાવવાના છીએ જેના દ્વારા તમે હનુમાનજીની પૂજા કરશો તો તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આ કામ મંગળવારે હનુમાનજીના મન્દીરમાં જઈને કરવાનું છે.

Image Sourceમંગળવારની રાત્રે શુદ્ધ પાણીથી સ્નાન કરી અને સૂર્યોદય પહેલા હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા યંત્ર લઈને જવું.

હનુમાનજીના મંદિરમાં જઈને પહેલા જ એક ચમેલીના તેલનો દીવો સળગાવી દેવો, અને હનુમાન ચાલીસ યંત્રને દાદાના ચરણોમાં મૂકી દેવું.

દીવો પ્રગટાવ્યા બાદ, હનુમાનજીના ચરણોમાં દંડવત પ્રણામ કરવા.

દંડવત પ્રણામ કર્યા બાદ બંને હાથ જોડી લઈને 11 વખત હનુમાનજીની ફરતે તેમની પ્રદક્ષિણા કરવી.

Image Source

ત્યારબાદ હનુમાનજીને આંકડિયાના 108 ફૂલોની માળા પોતાના હાથે બનાવેલી પહેરાવવી.

ત્યારબાદ હનુમાનજીને પાણીવાળું એક ભીનું શ્રીફળ અર્પણ કરવું.

શ્રીફળ અર્પણ કર્યા બાદ હનુમાનજીના ચરણોમાંથી અને ગદા ઉપરથી સિંદૂર લઈને પોતાના માથા અને બંને ભુજા ઉપર તિલકની જેમ લગાવવું.

આતળો વિધિ પૂર્ણ કર્યા બાદ હનુમાન ચાલીસાનો 7 વખત પાઠ કરવો અને પાઠ પૂર્ણ થયા બાદ હનુમાનજીની આરતી કરવી.

Image Source

હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે પાછળ ફરીને ના જોવું, અને કોઈ સાથે વાત પણ ના કરવી, જો હનુમાન ચાલીસા મોઢે યાદ હોય તો આંખો બંધ કરીને તેનો પાઠ કરવો.

આ પૂજા વિધિ પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસા યંત્રને જે દાદાના ચરણોમાં મૂક્યું હતું તે યંત્રને ઉઠાવી પોતાની પાસે રાખી લેવું. આમ કરવાથી હનુમાનજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.