અજબગજબ ધાર્મિક-દુનિયા

અમેરિકાની આ મૂર્તિઓ જણાવે છે ‘ચિરંજીવી હનુમાન’ની હાજરી, જુઓ મળી આવ્યું એક રહસ્યમય શહેર

આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમના ઘણા પરચાઓ પ્રચલિત છે. ત્યારે એવું કહેવાય છે કે રામ ભક્ત હનુમાનજી આ ધરતી પર અત્યારે પણ જીવિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, તેમને ભગવાન રામ પાસેથી વરદાન માંગ્યું હતું કે જ્યા સુધી આ દુનિયામાં ભગવાન રામનું નામ લેવાય છે ત્યાં સુધી તેઓ આ ધરતી પર રહેશે.

પોતાના ભક્તોમાં બજરંગબલી, અંજની પુત્ર, પવન પુત્ર તરીકે પ્રખ્યાત હનુમાનજીના ઘણા રૂપો છે અને તેમના જુદા-જુદા નામ છે. હનુમાનજીના ભક્તોએ તેમના દરેક સ્વરૂપને એક અલગ નામ આપ્યું છે, જેમાંથી સૌથી વધુ પ્રખ્યાત રામ ભક્ત હનુમાન છે. હનુમાનજી ભગવાન વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવતા શ્રી રામના પ્રિય ભક્ત હતા.

Image Source

હનુમાનજીએ તેમના જીવનનો મોટો ભાગ પોતાના પ્રભુ શ્રીરામ અને તેમના પત્ની સીતાજીની સેવામાં સમર્પિત કરી દીધું. હનુમાનજીના ભક્તો પણ હનુમાનજીને મોટા ભાગે શ્રી રામના ભક્ત તરીકે જાણે છે. મંદિરોમાં પણ શ્રી રામ, સીતા અને લક્ષ્મણજીની મૂર્તિની પાસે બેઠેલા હનુમાનજીને તેમના સેવક તરીકે બતાવવામાં આવ્યા છે. હનુમાનજીની સૌથી મોટી ઓળખ રામ ભગવાનના ભક્ત હોવું એ છે. શ્રીરામના અંતિમ સમય સુધી હનુમાનજી તેમની સેવામાં સમર્પિત રહયા હતા.

ત્યારે વાત કરીએ આજે એક અહેવાલ વિશે કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં ભગવાન હનુમાનજીની હાજરીના નિશાન મળ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે એક સમયે હનુમાનજી અમેરિકા ગયા હતા, એ પણ કોઈ સામાન્ય કારણોસર નહિ. તેમના અમેરિકા જવા પાછળ ખાસ કારણ હતું.

Image Source

હનુમાનજી એ સમયે જ્યા ગયા હતા, એ જગ્યાને આજે પણ વૈજ્ઞાનિકો દ્વારા અને સંશોધનકર્તાઓ દ્વારા ગંભીર રીતે શોધવામાં આવી રહી છે, પરંતુ કશું મળી શક્યું નથી. અત્યારે સુધી જે કઈ પણ સંશોધનકર્તાઓને મળ્યું છે એ માત્ર થોડા જ તથ્યો છે, જે વિશે કોઈ પુષ્ટિ નથી થઇ.

એક સંશોધનકર્તા થિયેડોર મોર્ડ દ્વારા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં હનુમાનજીની હાજરીના નિશાન મળ્યા છે. સંશોધનકર્તા થિયેડોર મોર્ડ મધ્ય અમેરિકાના જંગલોમાં શોધ કરીને આવ્યા હતા તો તેઓ અભિભૂત થઇ ગયા હતા. તેના સાથીઓએ જણાવ્યું હતું કે એક એવો કસ્બો કે પછી એક ગામ જેવું દેખાતું શહેર છે, જ્યાંના દેવતા વાનર જેવા દેખાતા વ્યક્તિ હતા. આ સાંભળીને તેમના સાથીઓ ચોંકી ગયા હતા. થિયેડોર મોર્ડ અને એમની શોધને લઈને એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે.

Image Source

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, મોર્ડે એ જગ્યાનું નામ ‘લાસ્ટ સીટી ઓફ મંકી ગોડ’ જણાવ્યું હતું. જુદા-જુદા વૈજ્ઞાનિકો દ્વારા વર્ષોથી લા ક્યુલિઆડ બ્લાન્કા નામની જગ્યા શોધી રહયા હતા પણ મોર્ડની શોધે તેમને એક નવી જ દિશા આપી. જો મોર્ડની શોધને માનવામાં આવે તો મધ્ય અમેરિકાના મસ્ક્યુશિયાના વરસાદી જંગલોમાં લગભગ 32,000 ચોરસ માઇલમાં ફેલાયેલી એક એવી જગ્યા છે, જે લોકોની નજરોથી છુપાયેલી છે.

Image Source

આ જગ્યાને શોધવા માટે તેઓ એક સાથી લોરેન્ઝ સાથે 4-5 મહિના સુધી તે જંગલોમાં ભટકતા રહયા, જ્યાંની દીવાલો કોઈ સામાન્ય પથ્થરોથી નહિ પણ સફેદ આરસના પથ્થરોથી બનેલી હતી. તેમની શોધના આધારે વૈજ્ઞાનિકોએ આ જગ્યાને ધ વ્હાઇટ સીટી નામ આપ્યું.

તે સ્થળને જોતાં એવું લાગે કે જાણે કોઈ સમયે અહીં કોઈ મોટું સામ્રાજ્ય હશે અને એ શહેરની આસપાસ ચારે બાજુ એ સફેદ દીવાલો હશે. થોડા લોકો સાથે વાતચીત કર્યા પછી અને થોડી જાણકારી મેળવ્યા પછી મોર્ડને ખબર પડી કે અહીં એક એવી પ્રજાતિ વસતી હતી કે જેમના દેવતા એક વાનર જેવા દેખાતા માનવ હતા. ન તો એ સંપૂર્ણ રીતે માનવ અને ન તો એ સંપૂર્ણ રીતે વાનર, લોકોનું માનવું છે કે કદાચ આજે પણ એ વિશાળ વાંદરાની કોઈ મૂર્તિ એ જમીન નીચે દબાયેલી છે.

Image Source

સ્થાનિક લોકો પાસેથી મળેલી જણકારી અનુસાર, એ સ્થળે રહેતા લોકોએ પોતાના પ્રભુને મેળવવા માટે ઘણા પ્રકારના યુદ્ધ લડયા હતા અને યુદ્ધ જીતવા બાદ રિવાજના રૂપમાં તેમને એ મૃતદેહોને ગ્રહણ પણ કર્યા હતા. એ વાત છે કે આ બધું જ સાંભળવાથી માનવામાં નથી આવતું પણ હકીકતે એ સમયે ત્યાં શું બન્યું હતું અને શું નહિ એ તો આજે પણ એક રહસ્ય છે.

મોર્ડે જે જગ્યા શોધી કાઢી હતી એ જ જગ્યાનો ઉલ્લેખ રામાયણમાં હજારો વર્ષો પહેલા કરવાં આવ્યો હતો. રામાયણના કિષ્કિન્ધા કાંડ મુજબ હનુમાનજી ચોક્કસપણે એક સમયે મધ્ય અમેરિકા ગયા હતા. હિન્દૂ ધર્મના એક માત્ર હનુમાનજી જ એવા દેવતા છે કે જેમનું શરીર દેખાવમાં એક વાનર જેવું પણ ચાલ-ઢાલ અને વાણી વર્તન માનવો જેવા હતા.

Image Source

રામાયણમાં શું છે ઉલ્લેખ –

રામાયણમાં હાજર આ અધ્યાય મુજબ, એકવાર હનુમાનજી પાતાળલોક તરફ રવાના થયા. હાલમાં પાતાળલોકને મધ્ય અમેરિકા અને બ્રાઝિલનો જ ભાગ માનવામાં આવે છે, કારણ કે આ પૃથ્વીના આકાર પ્રમાણે ભારતથી એકદમ વિરુદ્ધ દિશામાં પડે છે, જે જમીનથી ખૂબ જ નીચે છે. એટલે જ એને પાતાળલોક માનવામાં આવતું હતું.

આ અધ્યાય મુજબ, એકવાર હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજને મળવા પાતાળલોક ગયા હતા, જે આબેહૂબ ભગવાન હનુમાન જેવા જ દેખાતા હતા. પાતાળલોક પહોંચ્યા પછી, હનુમાનજીએ પાતાળના રાજા સાથે ઉગ્ર લડાઇ કરી, જેમાં પાતાળલોકનો રાજા મૃત્યુ પામ્યો અને અંતે હનુમાનજીએ તેમના પુત્ર મકરઘ્વજને પાતાળલોકનો રાજા જાહેર કર્યો હતો.

Image Source

રાજા બન્યા પછી, ત્યાંના બધા લોકોએ મકરધ્વજને તેમના ભગવાન માનીને તેમની પૂજા કરવા લાગ્યા. આ એક કારણ હોઈ શકે કે શા માટે મોર્ડે શોધેલી જગ્યા પર લોકો દ્વારા એક વાનર જેવા દેખાતા જીવની પૂજા કરવામાં આવતી હતી.

બની શકે કે મોર્ડ દ્વારા શોધી કાઢવામાં આવેલા શહેરના લોકોના દેવતા અને ભગવાન હનુમાનજીના પુત્ર મકરધ્વજ એક જ હોય. જયારે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે એ દેવતા સ્વયં ભગવાન હનુમાન પણ હોઈ શકે છે. પોતાની શોધથી પાછા આવતા સમયે મોર્ડ પોતાની સાથે નિશાની તરીકે ઘણી વસ્તુઓ સાથે લઈને આવ્યા હતા, જેથી વૈજ્ઞાનિકો તેમની શોધ પર વિશ્વાસ કરે.

Image Source

મોર્ડે નથી જણાવ્યો જવાનો રસ્તો –

મોર્ડે તેની શોધની બધી વિગતો વિગતવાર ક્યારેય જણાવી નહોતી. તેમજ તેમણે ક્યારેય કહ્યું ન હતું કે તેમને શોધી કાઢેલા વ્હાઇટ સિટી સુધી પહોંચવાનો માર્ગ કયો છે. મોર્ડે વૈજ્ઞાનિકો સાથે ઘણા અનુભવો શેર કર્યા પણ મૂળ સંદર્ભ વિશે કશું પણ ન જણાવ્યું. એવું પણ બની શકે કે મોર્ડે આ તથ્યો સિવાયના કેટલાક અગણિત પુરાવાઓ હશે જે વૈજ્ઞાનિકોથી છુપાવીને રાખ્યા હોય. કહેવાય છે કે મોર્ડને એવું લાગતું હતું કે વૈજ્ઞાનિકો તેમના પાછા જતા પહેલા જ એ જગ્યાને શોધી કાઢશે અને ત્યાંની સુંદરતાને અને અનમોલ વસ્તુઓને ચોરીને નષ્ટ કરી નાખશે એટલે જ મોર્ડે વૈજ્ઞાનિકોને બધી જ વિગતો જણાવી ન હતી.

આ શોધ 12 જુલાઈ 1940 ના રોજ થઈ હતી. વર્ષ 1954માં, મોર્ડનું રહસ્યમય રીતે મૃત્યુ થયું અને એ જગ્યાનું રહસ્ય પણ તેમની સાથે જ ખતમ થઇ ગયું, પણ તેમના જણાવેલા તથ્યોને આધાર બનાવીને આજે પણ વૈજ્ઞાનિકો એ જગ્યાને શોધી રહયા છે. એમનું માનવું છે કે એ જલ્દી જ એ જગ્યાને શોધી કાઢશે જેના વિશે વર્ષો પહેલા મોર્ડે જણાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.