ધાર્મિક-દુનિયા

હનુમાનજીને પ્રસન્ન કરવા છે તો ક્યારે પણ ના કરો આ કામ, જુઓ 10 કારણો જ્યાં હનુમાનજી કયારે પણ નથી જતા

જમાનો ગમે તેટલો આધુનિક થાય પરંતુ લોકો ભગવાનનની ભક્તિ કરવાનું નથી ભૂલતા. કળી યુગમાં શંકર ભગવાન પછી દયાળુ કોઈ હોય તો તે છે હનુમાનજી. કલિયુગમાં સૌથી વધુ પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. હનુમાનજી એક એવા દેવતા છે જેની પૂજા ભક્તો સાચા મનથી કરે છે. જે ભક્તો સાચા મનથી પૂજા કરે છે તેની હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરી દે છે.

Image Source

એવી પણ માન્યતા છે કે, હનુમાનજી કલિયુગમાં સાક્ષાત આજે પણ પૃથ્વી પર ભ્રમણ કરે છે. હનુમાનજીથી જોડાયેલી એક એવી માન્યતા પણ છે જેના ઘરમાં હનુમાનજીની પૂજા થયા છે તેનું પવિત્ર હોવું બહુ જ જરૂરી છે. એક માન્યતા અનુસાર, હનુમાનજી એવા ઘરમાં કે સ્થાન પર નથી જતા જ્યાં માહોલ કંઈક એવો હોય છે.

આવો જોઈએ ક્યાં સ્થાન કે ઘરમાં હનુમાનજી નથી જતા.

હનુમાનજી એવા ઘરમાં ક્યારે પણ નથી જતા જ્યાં આરાધ્ય દેવની પૂજા કરવામાં નથી આવતી.

Image Source

જે ઘરમાં મહિલાઓનું અપમાન થતું હોય અથવા તો હીન ભાવનાથી જોવામાં આવે તે ઘરમાં હનુમાનજીની પૂજા કરવા છતાં તેના આશીર્વાદ નથી મળતા.

હનુમાનજી તે લોકોના ઘરમાં પણ પ્રવેશ નથી કરતા જે લોકો વાત-વાતમાં ખોટું બોલે છે, દારૂ અને માંસનું સેવન કરે છે.
જે ઘરમાં સંતનું અપમાન અને આદર કરવામાં ના આવતા હોય તે ઘરમાં હનુમાનજીની કૃપા નથી વરસતી.

Image Source

હનુમાનજી તે લોકોના પર પણ કૃપા નથી વરસાવતા જે ઘરમાં હંમેશા ઝઘડા હોય, ભાઈ-ભાઈના પરિવારમાં એકતા ના હોય, ભાઈઓ એકબીજા સાથે ઝઘડતા હોય.

હનુમાનજી એ ઘરમાં પણ વસવાટ નથી કરતા જ્યાં ઘરના સાફ-સફાઈ ના થતી હોય.

Image Source

જે ઘરમાં કોઈ તાંત્રિક વિધિ થતી હોય ત્યાં પણ હનુમાનજી ક્યારે પણ વસવાટ નથી કરતા.

જે ઘરમાં મૂંગા જાનવર પણ અત્યાચાર કરવામાં આવતો હોય ત્યાં પણ હનુમાનજી પ્રસન્ન નથી થતા.

જે લોકો કપટી સ્વભાવના છે તે લોકો ગમે તેટલી હનુમાનજીની પૂજા-અર્ચના કરે તે લોકો ઉપર ક્યારે પણ હનુમાનજી પ્રસન્ન નથી થતા.

Image Source

જે લોકો બેઈમાનીનું ધન અને સંપત્તિ ભેગી કરે પરિવારની પાલન-પોષણ કેર છે તે ઘરમાં પણ હનુમાનજી ક્યારે પણ કૃપા દ્રષ્ટિ નથી વરસાવતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.