ધાર્મિક-દુનિયા

આજે પણ જીવિત છે મહાબલી હનુમાન, પ્રમાણ જાણી થઇ જશો હેરાન..! જાણો, રહસ્યમયી શ્રીરામ ભક્ત હનુમાનજીની કથા

શાસ્ત્રોમાં તથા આપણા પૂર્વજો, દાદા-દાદી, નાના-નાની દ્વારા કહેલી વાર્તા અનુસાર, મહાબલી હનુમાનજી માતા સીતા અને ભગવાન રામજીની કૃપાથી અજર અમર છે. એટલે કે આજે પણ હનુમાનજી જીવીત છે. તો આવો જાણીએ અદ્દભુત સત્યકથા હનુમાનજીના જીવીત હોવાની કથા વિશે જાણીએ.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં વર્ણન કરેલી કથા અનુસાર, ધર્મની રક્ષા માટે ભગવાન શિવજીએ અનેક અવતાર લીધા છે. અવતારના ક્રમમાં ત્રેતાયુગમાં શ્રીરામની સહાયતા કરવા માટે અને દુષ્ટોનો નાશ કરવા માચે ભગવાન શિવએ જ હનુમાનજીનું રુપ ધારણ કરીને અવતાર લીધો હતો. મહાબલી હનુમાનજી ભગવાન શિવના શ્રેષ્ઠ અવતારમાંથી એક માનવામાં આવે છે.

રામાયણ હોય કે પછી મહાભારત બંને ધર્મગ્રંથો-પુરાણોમાં હનુમાનજીના અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે, રામાયણ તો હનુમાનજી વિના અધૂરી છે. પરંતુ મહાભારતમાં પણ અર્જુનના રથથી લઇને ભીમની પરીક્ષા સુધી ઘણી જગ્યાએ હનુમાનજીના દર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાલ્મિકી રામાયણ અનુસાર, લંકામાં બહુજ શોધ્યા બાદ પણ માતા સીતાની ખબર ન પડતા હનુમાનજીએ તેમને મૃત સમજી લીધા હતા. પરંતુ પછી ભગવાન શ્રીરામનું સ્મરણ થયું અને તેમણે પુનઃપૂરી શક્તિથી સીતાજીની શોધ પ્રારંભ કરી. ત્યાર બાદ અશોક વાટિકામાં સીતાજીની શોધી કાઢ્યા હતા. સીતાજીએ હનુમાનજીને તે સમયે અતિ પ્રસન્ન થઇને તેમને અમર થવાનું વરદાન આપ્યું હતું.

ભગવાન શ્રીરામે પોતાના જીવન સમયમાં જ એક દિવસ કહ્યું હતું કે હવે ધરતી પરની તેમની સફર પૂર્ણ થાય છે. આ સાંભળીને હનુમાનજીને સૌથી વધારે દુઃખ થયું હતુ અને તે તરત જ માતા-સીતા પાસે જઇને કહે છે કે, `હે માતા તમે મને અજર-અમર થવાનું વરદાન આપ્યું હતું. પરંતુ એક વાત કહીકે જ્યારે મારા પ્રભુ રામ જ ધરતી પર નહીં હોય તો હું અહીં શું કરીશ? ‘દુઃખી થઇને માતા સીતા માતાને કહ્યું, `માતા મને આપેલું અમરત્વનું વરદાન તમે પાછું લઇ લો.’

હનુમાનજી અને માતા સીતા વચ્ચે વાત ચાલી રહી હતી, ત્યાં શ્રીરામ આવી પહોંચ્યા અને આવીને હનુમાનજીને કહ્યું, `હે હનુમાન મારા બાદ ધરતી પર કોઇ નહીં હોય તો રામ નામ કોણ લેશે, રામ નામનો બેડો તારે આગળ વધારવાનો છે. હે પ્રિય હનુમાન રામના ભક્તોનો ઉદ્ધાર તારે જ કરવાનો છે. તેથી તને સીતાએ અમરતાનું વરદાન આપ્યું છે.’ તે સમયથી જ કહેવામાં આવે છે કે હનુમાનજી જીવિત છે અને જ્યાં જ્યાં રામજીનું નામ લેવામાં આવે છે. ત્યાં કોઇને કોઇ રુપે હનુમાનજી બિરાજમાન થાય છે. તથા એમ પણ કહેવાય છે કે હનુમાનજી કળયુગમાં સૌના સહાયક રહેશે.