આવી સીધી, સંસ્કારી દેખાતી યુવતીઓથી સાવધાન: ખાલી કુંવારા છોકરાઓ સાથે જ કરે છે લગ્ન, પછી કરે છે મોટો કાંડ

દર 10 દિવસે લગ્ન કરે છે આ સંસ્કારી અને સીધી દેખાતી યુવતી, પહેલા પ્રેમ કરે, રંગેરલીયા મનાવે પછી કરે ખતરનાક કાંડ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. લગ્ન ઇચ્છુક યુવકો અથવા આધેડને ફસાવી યુવતિઓ તેમની સાથે લગ્ન કરે છે અને લગ્ન બાદ ઘરેણા અને રોકડા લઇ ફરાર થઇ જાય છે. ત્યારે હાલ લૂટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી લૂંટેરી દુલ્હનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હન માત્ર 10 દિવસમાં જ દુલ્હો બદલી નાખે છે. ખાસ વાત તો એ છે કે આ દુલ્હન લગ્ન માત્ર કુંવારા છોકરાઓ સાથે જ કરે છે. આ માટે એક ગેંગ બનાવવામાં આવી છે.

ગેંગના સભ્યો નકલી સંબંધીઓ તરીકે વર્તે છે. કન્યા અને તેના સાથી એટલા હોશિયાર છે કે તેઓ લગ્ન પહેલા જ પૈસા પડાવી લે છે. લગ્ન પછી કન્યા 5-6 દિવસ તેના સાસરે રહે છે અને પછી કાંડ કરી ભાગી જાય છે. આ પછી આ ટોળકી બીજા શહેરમાં કુંવારા છોકરાઓને શોધીને તેમને ફસાવવાનો પ્લાન બનાવે છે.પોલીસે આરોપી છોકરીને શોધવા માટે એક ટીમ બનાવી છે. તેના પરિવાર વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

મીડિયા સાથેની વાતચીતમાં હનુમાનગઢના ગોગામેડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે નેથારાના ગામના 35 વર્ષીય નેકીરામના લગ્ન થઈ રહ્યા ન હતા. જ્યારે તેણે ગામના કમલેશ જાટને સમસ્યા જણાવી ત્યારે કમલેશે તેને તેના મુસ્લિમ સમાજની એક ધર્મની બહેન સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. કમલેશે તેની ઓળખાણ શબનમ સાથે કરાવી હતી. તેણે હનુમાનગઢ ટાઉનની પારીક કોલોનીમાં રહેતી શબનમને જણાવ્યું. ત્યારબાદ કોર્ટના ખર્ચના નામે એક લાખ 50 હજાર રૂપિયા લઈને લગ્ન પણ કરાવ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

બંનેના લગ્ન 13 મે, 2022ના રોજ ભદ્ર કોર્ટમાં થયા હતા, જે પણ રૂ. 500ના સ્ટેમ્પ પેપર પર લખેલું હતું. નેકીરામ અને શબનમ નેથારાણા આવ્યા હતા. શબનમ લગભગ 6 દિવસ સુધી તેની સાથે રહી. આ પછી આરોપી કમલેશ કાર લઈને આવ્યો અને શબનમને એક દિવસ માટે સાથે લઈ ગયો. નેકીરામને કહેવામાં આવ્યું હતું કે શબનમને સવારે પરત મોકલવામાં આવશે, પરંતુ તે પાછી આવી જ નહીં. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શબનમે નેકીરામ સાથે લગ્ન કર્યા બાદ 23 મેના રોજ ખાચવાના ધર્મપાલ સાથે બીજા લગ્ન કર્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ લગ્ન માટે ધર્મપાલ પાસેથી 2 લાખ 24 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.10 દિવસ બાદ યુવતીએ કૈથલના યુવક સાથે લગ્ન કર્યા હતા. ધર્મપાલે પોલીસમાં ફરિયાદ કરી છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે શબનમ અને કમલેશે મળીને લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી યુવતી અપરિણીત યુવકોના પૈસાથી હજારો રૂપિયાના કપડા પણ ખરીદતી હતી.

Shah Jina