ખબર ધાર્મિક-દુનિયા

3 મહિનાથી બંધ હતું આ હનુમાનજીનું મંદિર, એકદિવસ અચાનક આરતી થવા લાગી, વાંચો ગુજરાતના એક મંદિરની વાત

ગુજરાતના કચ્છના અંજાર ગામના આ મંદિરમાં ચમત્કારિક ઘટના વાંચો, બોલો જય બજરંગબલી આપણા દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો ઠેર ઠેર આવેલા છે, આ મંદિરમાં ઘણીવાર એવા ચમત્કાર થતા હોય છે જે માનવામાં પણ ના આવે, આપણા ગુજરાતમાં પણ એવા ઘણા ચમત્કારિક મંદિરો છે, એવું જ એક ચમત્કારિક ઘટના બની છે અંજારમાં રેલવે ફાટક પાસે આવેલા જોગી વાસના હનુમાનજી મંદિરમાં. જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

Image Source

અંજારમાં રેલવે ફાટક નજીક આવેલા જોગી વાસ પાસે એક હનુમાનજીનું મંદિર આવેલું છે, જેની પાસેથી જ રેલવે લાઈન પસાર થાય છે. આ મંદિર રેલવેની હદમાં આવતું હોવાના કારણે મંદિરને છેલ્લા 3 મહિના પહેલા રેલવેના જવાબદાર વ્યક્તિઓએ તાળા મારી દીધા હતા. અને મંદિરની ફરતે દીવાલ પણ ચણાવી લિહિ હતી. જેના કારણે આ મંદિર છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં જ હતું, આ મંદિરમાં કોઈ પૂજા અર્ચના પણ કરવમાં આવતી નહોતી.

Image Source

પરંતુ અચાનક ગયા શનિવારના દિવસે મંદિરમાં એક અનોખો ચમત્કાર થયો હોવાનું સામે આવ્યું, મંદિરમાં અચાનક આરતી શરૂ થઇ ગઈ અને મંદિરની લાઈટો પણ ચાલુ થઇ ગઈ હતી, જેના કારણે આસપાસના લોકોમાં કુતુહલ જન્મ્યું હતું, મંદિરમાં આ આરતી સાંજે 7:30 કલાકે શરૂ થઇ અને રવિવાર સ્વર સુધી ચાલુ રહી હતી.

Image Source

બંધ મંદિરમાં આ અચાનક આરતી કેવી રીતે શરૂ થઇ ગઈ તે જાણવા માટે સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા, રેલવે દ્વારા સવારે આ મંદિરમાં આરતીને બંધ કરવામાં આવી અને કોઈ વ્યક્તિ દ્વારા તાળા બંધ મંદિરમાં આરતી તેમજ લાઈટની સ્વીચ ચાલુ કરી દેવાઈ હોવાનું કહેવામાં આવ્યું છે.