ધાર્મિક-દુનિયા

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન મળી હનુમાનજી અને ગણેજીની ખુબ જ કિંમતી મૂર્તિઓ

ઘણી જગ્યાએ ખોદકામ કરતા કેટલીક જૂની વસ્તુઓ સાથે ભગવાનની મૂર્તિઓ મળી આવતી હોય છે, આવી જ ઘટના પાકિસ્તાનમાં બની છે. પાકિસ્તાનની અંદર ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ પાકિસ્તાનના કરાચી શાહી સ્થિત પ્રસિદ્ધ પંચમુખી હણાઉંમાં મંદિરમાંથી મળી આવી છે.

Image Source

ખોદકામ દરમિયાન મળી આવેલી આ મૂર્તિઓમાં હનુમાનજીની અને ગણેશજીની મૂર્તિઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મળેલી આ મૂર્તિઓને ખુબ જ કિંમતી માનવામાં આવી રહી છે. આ મૂર્તિઓ પીળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને તેના ઉપર સિંદૂરના નિશાન પણ જોઈ શકાય છે.

Image Source

કરાચીના આ મંદિરની અંદર સાંજ સજાવટ અને રિપેરિંગનું કામ થઇ રહ્યું હતું તે દરમિયાન મજૂરોને અલગ અલગ આકારની 15 જેટલી મૂર્તિઓ મળી આવી હતી. મંદિરની અંદર એક હવનકુંડ અને નાની સુરંગ પણ મળી છે. સુરંગની અંદર એક કળશ રાખેલો મળી આવ્યો છે.

Image Source

મંદિર પ્રબંધનનું કહેવું છે કે આ મૂર્તિઓ પંદરસો વર્ષ જૂની છે. તેની તપાસ કરવા માટે પુરાતત્વવિદોને બોલાવવામાં આવ્યા છે. મંદિર પ્રબંધન દ્વારા સરકારને આગ્ર કરવામાં આવ્યો છે કે આ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી અને તેના પુનઃનિર્માણમાં યોગદાન આપે.

Image Source

આ મંદિર વિષે ઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાનતે આ જગ્યાએ આવ્યા હતા. 1882માં આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું.