જ્યોતિષ શાસ્ત્ર

ઘરમાં કઈ જગ્યા પર હનુમાનજીની તસ્વીર લગાવવી શુભ કહેવાય? જાણો

પહેલાના સમયથી ભગવાની છબી કે મૂર્તિઓને ઘરમાં લગાવવામાં આવતી રહી છે, જે ઘણા પ્રકારના વાસ્તુ દોષોને પણ દૂર કરી દે છે. ઘરમાં દેવી-દેવતાની મૂર્તિઓ અને છબીઓ ખુબ ચમત્કારી પ્રભાવ આપે છે. માટે શાસ્ત્રોમાં તેના સ્થાન વિશે પણ ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.

Image Source

વાસ્તુશાસ્ત્રના આધારે જો ઘરમાં કોઈપણ દેવી-દેવતાઓના ચિત્ર લાગેલા હોય તો ઘરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. હનુમાનજીની પ્રતિમા અને છબીને ઘરમાં લગાવવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. એવામાં તમને એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે ઘરમાં કઈ જગ્યા પર હનુમાનજીની છબી લગાવવી જોઈએ.

Image Source

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાનજીની છબીને શયનખંડમાં ક્યારેય પણ રાખવી ન જોઈએ. તેને હંમેશા કોઈ પવિત્ર સ્થાન કે ઘરના મંદિરમાં જ લગાવવી જોઈએ.

Image Source

આ સિવાય રામભક્ત હનુમાનજીની છબી હંમેશા દક્ષિણ દિશાની તરફ જ લગાવવી જોઈએ, કેમ કે હનુમનાજીએ પોતાની શક્તિઓનો પ્રયોગ દક્ષિણ દિશાની તરફ દેખાડ્યો હતો. માતા સીતાની શોધ અને રામ-રાવણ યુદ્ધ પણ દક્ષિણ દિશા તરફ જ થયું હતું. હનુમાનજીની છબી કે મૂર્તિ પંચમુખી, પર્વત ઉઠાવતા કે રામ ભજન કરતી હોવી જોઈએ. તેનાથી ઘરમાં શાંતિ આવે છે.

Image Source

દક્ષિણ દિશામાં હનુમાનજીની છબી લગાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. હનુમાનજી દરેક ખરાબ તાકાતને રોકી લે છે. યુવાઓએ દિવસમાં એકવાર હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરવો જોઈએ.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ