પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં થોડા એવા પાત્રો છે જેમને અમર એટલે પૌરાણિક ભાષામાં ચિરંજીવી માનવામાં આવે છે. આ દરેક પાત્રોમાંથી મહત્વનું પાત્ર બજરંગબલી એટલે કે હનુમાનજીને માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રીરામે બજરંગબલીને પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે અમર રહે તેવું વરદાન આપ્યું હતું.

કળિયુગમાં ચિરંજીવી હનુમાનની પાર્થના કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભોલેનાથ પછી હનુમાનજી સૌથી જલ્દી ખુશ થવા વાળા બીજા દેવતા છે. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ મોટા મોટા સંકટો અને પરેશાનીઓ દૂર થઇ જાય છે.
રાશિ અનુસાર બજરંગબલીને પ્રસન્ન કરવા માટેના અલગ અલગ મંત્રો છે, વાંચો તમારી રાશિ મુજબ ક્યા મંત્રનો જાપ કરવાથી બજરંગબલી જલ્દી પ્રસન્ન થશે.

મેષ-વૃષિક
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બંને રાશિના સ્વામી મંગળને માનવામાં આવે છે. કહેવાય છે કે આ રાશિના જાતકોને એની કુંડળી,આ મંગળને મજબૂત કરવા માટે ‘ॐ अं अंगारकाय नमः’ મંત્રનો જાપ દરરોજ કરવો જોઈએ.અને તેની સાથેજ બજરંગબલીની કૃપા મેળવવા માટે નીચે લખેલ મંત્રનો જાપ કરવો જોઈએ. માનવામાં આવે છે કે નીચે લખેલ મંત્રનો જાપ કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ।
वातात्मजं वानरयूथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये॥

વૃષ-તુલા
આ રાશિના સ્વામી શુક્રને માનવામાં આવે છે. આ રાશિના લોકોએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ‘ॐ हं हनुमते नम:।’ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.
મિથુન-કન્યા
આ રાશિના સ્વામી બુધને માનવમાં આવે છે. આ રાશિના લોકોએ તેની પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.જો સુંદરકાંડનો પાઠ કરવો દરરોજ શક્ય ન હોય તો નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.
”अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥”

કર્ક
આ રાશિના સ્વામી ચંદ્રમાને માનવામાં આવે છે. તેમને એમના મનોબળમાં વૃદ્ધિ કરવા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે દરરોજ શ્રધ્ધાપૂર્વક હનુમાન ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.
ॐ अंजनिसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्।
સિંહ
આ રાશિના સ્વામી સૂર્યને માનવામાં આવે છે. આ રાશિના લોકોએ ‘ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા શત્રુનો નાશ થશે અને સંકટોમાં તમારો બચાવ થશે.

ધનુ-મીન
આ રાશિના સ્વામી ગુરુને માનવામાં આવે છે. આ રાશિના લોકોએ પરેશાનીઓથી બચવા માટે અને દરેક કામમાં સફળતા મેળવવા માટે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ‘ॐ हं हनुमते नमः।’ મંત્રનો જાપ કરવો જોઈએ.

મકર-કુંભ
આ રાશિના સ્વામી શનિ મહારાજને માનવમાં આવે છે. તો જે લોકો શનિદેવની કૃપા ઇચ્છતા હોય તેમને ‘ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।’ મંત્રનો જાપ કરવો જોઈએ.
કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.