બજરંગબલીના ભક્તો જરૂર સાંભળજો: મંગળવારે આ વિધિથી કરો હનુમાનજીની પૂજા, બધા કષ્ટ થશે દૂર

મંગળવાર બજરંગ બલી હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે ભક્ત મંગળવારનું વ્રત રાખે છે અને બજરંગ બલીની પૂજાા અર્ચના કરે છે. મંગળવારનું વ્રત ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. કોઇ પારિવારિક સમસ્યા હોય કે પછી અન્ય કોઇ શારીરિક કષ્ટ, બજરંગ બલીની પૂજા કરવાથી શાંતિ મળે છે અને ભક્તોના કષ્ટ પણ દૂર થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે મન અને શરીર પવિત્ર હોવુ જોઇએ. પૂજા દરમિયાન મનમાં ખોટા વિચારો ન આવવા દો.

મંગળવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ પછી, શુદ્ધ થયા પછી અને સ્નાન કર્યા પછી, પૂજા ગૃહમાં જઇ અને બજરંગબલીને પ્રણામ કરો. તે બાદ હનુમાનજીને લાલ ફૂલ, સિંદૂર, વસ્ત્ર, દોરો વગેરે અર્પિત કરો. સાંજના સમયે હનુમાનજીના મંદિર અથવા ઘરમાં બનાવેલી હનુમાનજીની મૂર્તિની સામે સ્વચ્છ પાદરમાં બેસી જાઓ. સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સિવાય ફૂલ ચઢાવો. હનુમાનજીને પીળા કે લાલ ફૂલો ખાસ પ્રિય છે. પૂજા વગેરે કર્યા પછી તમારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. મંગળવારે હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ મહત્વ છે.

હનુમાનજીને સિંદૂર, વસ્ત્રો વગેરે અર્પણ કર્યા પછી, પૂજા સ્થળને વધુ એક વાર બરાબર સાફ કરો અને અગરબત્તી-ધૂપ અર્પિત કરો. ત્યારપછી હનુમાનજીને ફૂલની માળા અર્પિત કરો અને ફૂલ સાથે ગોળ ચણા ચઢાવો. એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી હનુમાનજીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. મંગળવાર અને શનિવાર બજરંગબલીના દિવસો છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. બજરંગબલી વિશેષ લાભ આપે છે.

જો દર મંગળવારે હનુમાનજીની સિંદૂરથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિને દરેક દુ:ખમાંથી મુક્તિ મળે છે. હનુમાનજી એવા દેવતા છે જેમની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળવારે જો વડના ઝાડનું એક પાન તોડીને તેને ગંગાના જળથી ધોઈને હનુમાનજીને અર્પણ કરવામાં આવે તો ધનનો પ્રવાહ વધે છે અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. મંગળવારે, સાંજે ઉપવાસ કર્યા પછી, બૂંદીના લાડુ અથવા બુંદીનો પ્રસાદ વહેંચો. તેનાથી બાળકો સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

આ દિવસે હનુમાનજીના ચરણોમાં ફટકડી રાખવાથી ખરાબ સપનાથી છુટકારો મળે છે. હનુમાનજીના મંદિરમાં જઈને રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરવાથી બધા કામ થઈ જાય છે. અટકેલા કામના અવરોધો દૂર થાય છે અને ઋણમાંથી પણ મુક્તિ છે. મંગળવારે હનુમાનજીની પ્રતિમાની સામે બેસીને 108 વાર રામ નામનો જાપ કરો, કારણ કે હનુમાનજી રામજીના વિશિષ્ટ ભક્ત છે. તે પણ શ્રી રામની ભક્તિ કરે છે. આ ઉપાયથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને લગ્ન સંબંધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

મંગળવારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયથી દાંપત્ય જીવનમાં સુમેળ આવે છે. ॐ हं हनुमंतये नम: મંત્રનો જાપ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષની માળા સાથે ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट નો જાપ કરવાથી પણ હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે. संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा ના ઉચ્ચારણથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

Shah Jina