ધાર્મિક-દુનિયા

હનુમાનજીનુ આ ચમત્કારિક નામ બોલો થોડાક સમયમાં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઇ જશે

આમ જોવા જઈએ તો શનિવારનો દિવસ શનિદેવને સમર્પીત છે. પરંતુ શનિવારના દિવસે જો હનુમાનજીની આરાધના કરવામાં આવે તો પણ સાથે સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. કલિયુગમાં હનુમાનજી એક માત્ર ભગવાન છે જે ખૂબ જ ટૂંકા ગાળામાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિ શનિદેવના પ્રકોપથી પીડીત છે અથવા વ્યક્તિના જન્માક્ષરમાં ગ્રહ દોષની પીડા છે તો શનિવારના દિવસે હનુમાન મંદિર જઈને અમુક વસ્તુ ચડાવવાથી જરૂર ફાયદો થશે. અને તમારી સમસ્યાઓ છૂટકારો પણ મેળવી શકશો. અમે કેટલાક સરળ ઉપયોની વાત કરવાના છીએ આ આર્ટિકલના માધ્યમથી. જે કરવાથી તમારી સમસ્યામાં રાહત થશે.

Image Source

સરસિયાના તેલનો દીવો:

સૂર્યાસ્ત પછી શનિવારે હનુમાન મંદિરમાં જઈને સરસિયાના તેલના દીવો પ્રગટાવી દો, દીવો કરવા માટે માટીનું જ કોડિયું વાપરવું જોઈએ. કેમકે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસા અથવા સુંદર કાંડના પાઠ કરો. આ ઉપાય દર શનિવારે કરતાં રહો. આનાથી જીવનની તમામ પ્રકારની તકલીફમાંથી મુક્તિ મળશે અને ગ્રહ પીડા પણ શાંત થશે. મહાબલિ હનુમાનજી અને શનિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થશે.

હનુમાનજીને શનિવારના દિવસે ચડાવો આટલી વસ્તુ:

જો તમે મહાબલિ હનુમાનજીની અને શનિદેવની એક સાથે કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે હનુમાનજીને લાલ ફૂલોનું, રંગનું વસ્ત્ર અને સિંદૂર ચડાવવું જોઈએ. અને તે દિવસે હનુમાન ચાલીસના પાઠ કરવા જોઈએ. આમ કરવાથી તમને વિશેષ લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં આવતા બધા જ અવરોધો દૂર થશે. ઉપરાંત પૈસા સંબધિત તમામ તકલીફોમાં રાહત થશે.

શનિવારના દિવસે પીપળાનાં પાનનો ઉપાય:

શનિવારે પીપળાના ઝાડની ઉપાસનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે શનિદેવ પીપળાના ઝાડમાં રહે છે, તેથી જો શનિવારે પીપળાના વૃક્ષની ઉપાસના થાય, તો શક્ય છે કે તમામ પ્રકારના શનિ કદોષમાંથી મુક્ત થઈ શકાય છે. શનિવારે પીપળાનાં ઝાડના 11 પાંદડા તોડવા. પાન એકપણ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ. બધા પાંદડાને પાણીમાં સારી રીતે ધોઈને બધા જ પાન પર ચંદનથી શ્રી રામ લખો અને તેની માળા બનાવો. ત્યારબાદ હનુમાનજીના મંદિર જઈને આ માળા હનુમાનજીને અર્પિત કરો. આમ કરવાથી બધા જ સંકટોમાંથી મુક્તિ મળશે.

Image Source

શનિવારના દિવસે કરો મહાબલી હનુમાનજીનો આ ઉપાય:

તમે શનિવાર દિવસ એક નાળીયેર લઈને તેને પોતાના માથા પરથી સાત વાર ઉતારી લેવું. ઉતારતી વખતે આ મંત્રનો જાપ કરવો ‘ૐ રામદૂતાય નમ:, ૐ મહાવીરાય નમ:’ આ મંત્ર બોલ્યા પછી એ નાળિયેરને હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને એ નાળિયેર વધેરીને એનો પ્રસાદ ત્યાં આવેલ તમામ ભક્તોને વહેંચી દેવો. આમ કરવાથી તમારી કુંડલીનો શનિદોષ દૂર થઈ જશે. ઉપરાંત જીવનની તમામ તકલીફોમાંથી પણ મુક્તિ મળશે.

અદભૂત ચમત્કારી છે હનુમાન ચાલીસાના પાઠ, આપે છે અમૂલ્ય શક્તિ, તેની સામે કોઈ ખરાબ તાકાત ટકી નથી શકતી

હનુમાન ચાલીસા મહાન કવિ તુલસીદાસે લખ્યા હતા, તેઓ પણ ભગવાન શ્રીરામના મોટા ભક્ત હતા અને હનુમાનજીમાં ખૂબ જ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ છે જેને કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. જોઈ કોઈ પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ કહેવામાં આવે છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જો ક્યારેય પણ મન અશાંત લાગે કે પછી કોઈ વસ્તુથી ડર લાગે તો હનુમાન ચાલીસાના પાઠ કરો. આવું કરવાથી મન શાંત થાય છે અને ડર પણ નથી લાગતો. હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું ખૂબ જ મહત્વ છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિ ગ્રહ અને સાડા સાતીનો પ્રભાવ પણ ઓછો થાય છે.

હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. દરેક વ્યક્તિની અંદર હનુમાનજી જેવી જ સેવા-ભક્તિ વિદ્યમાન છે. હનુમાન ચાલીસા એક એવી રચના છે, જે હનુમાનજીના માધ્યમથી વ્યક્તિની અંદર વિદ્યમાન ગુણોનો બોધ કરાવે છે. છે. એના પાઠ અને મનન કરવાથી બળ બુદ્ધિ જાગૃત થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિ ખુદ પોતાની શક્તિ, ભક્તિ અને કર્તવ્યનું આકલન કરી શકે છે. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાના ખાસ મહત્ત્વો વિશે:

Image Source

હનુમાન ચાલીસામાં ભગવાન હનુમાનના જીવનનો સાર છુપાયેલો છે, જેને વાંચવાથી જીવનમાં પ્રેરણા મળે છે. આ ફક્ત તુલસીદાસના વિચાર જ નહિ પણ તેમનો અટૂટ વિશ્વાસ છે. તેમના આ જ વિશ્વાસના કારણે ઔરંગઝેબે તેમને કેદી બનાવી લીધા હતા. ત્યાં બેસીને તેઓએ હનુમાન ચાલીસા લખ્યા હતા.

કહેવાય છે કે હનુમાન ચાલીસાને ડર, ભય, સંકટ કે કોઈ મુશ્કેલીઓ આવવા પર વાંચવાથી બધા જ કષ્ટો દૂર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિનો સંકટ સાયો હોય તો એ વ્યક્તિએ હનુમાન ચાલીસા વાંચવા જોઈએ. તેનાથી તેમના જીવનમાં શાંતિ આવે છે.

જો કોઈ વ્યક્તિને ખરાબ શક્તિઓ પરેશાન કરતી હોય તો તેને હનુમાન ચાલીસા વાંચવાથી મુક્તિ મળી જાય છે. કોઈ પણ અપરાધ કરવા પર જો તમને ગ્લાનિ અનુભવાતી હોય અને ક્ષમા માંગવા ઇચ્છતા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

હનુમાન ચાલીસાના પાઠ કરીને તમે શનિદેવને ખુશ કરી શકો છો અને સાડાસાતીનો પ્રભાવ પણ ઓછો કરવામાં સફળ થઇ શકો છો. વાર્તા મુજબ, હનુમાનજીએ શનિદેવના પ્રાણોની રક્ષા કરી હતી, અને પછી શનિદેવે ખુશ થઈને એમ કહ્યું હતું કે આજ પછી તેઓ કોઈ પણ હનુમાન ભક્તનું કોઈ જ નુકશાન નહિ કરે.

Image Source

કોઈ પણ પ્રકારની ઈચ્છા થવા પર ભગવાન હનુમાનના ચાલીસાના પાઠ કરવાથી લાભ મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દૈવીય શક્તિ મળે છે અને સૂકુન મળે છે. હનુમાનજી બળ અને બુદ્ધિના દેવતા છે, તેમના ચાલીસાના પાઠ કરવાથી આ બંને મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કુટિલથી કુટિલ વ્યક્તિ પણ મનથી સારું થઇ જાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મક ભાવનાઓ દૂર થઇ જાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે.

ભગવાન ગણેશજીની જેમ જ હનુમાનજી પણ કષ્ટ હરે છે. એવામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી લાભ મળે છે. હનુમાન ચાલીસા વાંચવાથી મન શાંત થાય છે, તણાવ મુક્ત થઇ જાય છે. સુરક્ષિત યાત્રા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો, એનાથી લાભ મળે છે અને ભય નથી લાગતો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી એકતાની ભવનમાં વિકાસ થાય છે.

આપણે ક્યારેકને ક્યારેક જાણી જોઈને કે અજાણતામાં ભૂલો કરી બેસીએ છીએ. પરંતુ તમને તેની માફી હનુમાન ચાલીસા વાંચીને માંગી શકો છો. રાતના સમયે હનુમાન ચાલીસાને 8 વાર વાંચવાથી તમે બધા જ પ્રકારના પાપથી મુક્ત થઇ શકો છો. જે પણ વ્યક્તિ હનુમાન ચાલીસાને રાતે વાંચશે તેને ભગવાન હનુમાન સ્વયં આવીને સુરક્ષા પ્રદાન કરશે.

હનુમાનજી ખૂબ જ બળવાન હતા અને કોઇથી પણ ડરતા ન હતા. હનુમાનજી દરેક ખરાબ આત્માઓનો નાશ કરીને લોકોને તેમનાથી મુક્તિ અપાવે છે. જે લોકોને રાતમાં ડર લાગે છે કે ડર ભરેલા વિચારો આવે છે તેઓએ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks