ધાર્મિક-દુનિયા

હનુમાનજી પાસેથી શીખો આ 8 ગુણ,કઈ રીતે બળ, બુદ્ધિનું સંતુલન રાખવું? જાણીને બદલાઈ જાશે તમારું જીવન…

હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રમુખ દેવતા માનવામાં આવે છે.રામ ભક્ત હનુમાન માનવ સંસાધનનો સારી રીતે ઉપીયોગ કરવાનું જાણે છે.રામાયણના સુંદરકાંડ અને તુલસીદાસની હનુમાન ચાલીસામાં બજરંગબલીના ચરિત્ર પર વિસ્તારથી વર્ણવામાં આવ્યું છે.તેના અનુસાર બજરંગબલીનો દરેક કિરદાર લોકો માટે પ્રેરણાદાયક છે.

Image Source

હનુમાનજી વિશે તુલસીદાસજી લખે છે કે,’ ‘संकट कटे मिटे सब पीरा,जो सुमिरै हनुमत बल बीरा’ એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના કષ્ટને દૂર કરવાની ક્ષમતા છે. જેમાં એવી ઘણી ઘટનાઓનો પણ ઉલ્લેખ છે જે એ જણાવે છે કે તેમણે કેવી રીતે બળ અને બુદ્ધિનો ઉપીયોગ કરીને માતા સીતાને શોધી કાઢ્યા હતા.આજે અમે તમને હનુમાનજીના અમુક એવા ગુણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેને જીવનમાં ઉતારવાથી જીવનનના દરેક દુઃખ-કષ્ટ દૂર થઇ શકે છે.

Image Source

1.જો લક્ષ્ય માટે જુકવુ પડે તો જુકી જાવ:
સીતાની શોધમાં સમુદ્ર લાંધિ રહેલા હનુમાનજીને રસ્તામાં ‘સુરસા’ નામની નાગ માતાએ રોકી લીધા અને તેને ખાવાની જીદ કરી. હનુમાનજીએ વચન આપ્યું કે તે રામનું કામ કરીને આવશે ત્યારે પોતે જ તેનો આહાર બની જાશે પણ સુરસા ના માની. એવામાં હનુમાનજી સમજી ગયા કે બાબત માત્ર મને ખાવાની નથી પણ ઘમંડની છે. તેમણે તરતજ સુરસાની સામે પોતાના કદને નાનું કરી દીધું અને તેના મોઢામાં જઈને પાછા બહાર નીકળી ગયા,તેનાથી સુરસા ખુશ થઇ ગઈ અને લંકા જાવાના રસ્તાને ખોલી નાખ્યો. હનુમાનજીના આ ઉદાહરણથી શીખ મળે છે કે જ્યા બાબત ઘમંડની આવે, ત્યાં બળ નહિ પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. મોટા લક્ષ્યને મેળવવા માટે જો ક્યાંય જુકવુ પડે તો ચોક્કસ જુકી જાવ.

Image Source

2.સમસ્યા નહીં સમાધાન સ્વરૂપ:
જે સમયે લક્ષ્મણ રણભૂમિમાં મૂર્છિત થઇ ગયા, તેના પ્રાણની રક્ષા માટે હનુમાનજીએ પુરા પહાડને ઉઠાવી લીધો, કેમ કે તે સંજીવની જળીબુટી લાવવા માગતા હતા.તેના દ્વારા હનુમાનજી એ શીખવે છે કે મનુષ્યે સમસ્યા સ્વરૂપ નહિ,સમાધાન સ્વરૂપ હોવું જોઈએ.

Image Source

3.નેતૃત્વ ક્ષમતા:
સમુદ્રમાં પુલ બનાવાના સમયે અપેક્ષિત કમજોર અને મોટી સંખ્યામાં વાનરસેનાથી પણ કામ કઢાવવું તેની વિશિષ્ઠ સંગઠનાત્મક યોગ્યતનાનું પરિચાયક છે.રામ-રાવણ યુદ્ધના સમયે તેમણે પુરી વાનરસેવાનું નેતૃત્વ સંચાલન ખુબ સારી રીતે કર્યુ હતું.

Image Source

4.આદર્શો સાથે કોઈ સમજોતો નહિ:
લંકામાં રાવણના ઉપવનમાં હનુમાનજી અને મેઘનાથ વચ્ચે થયેલા યુદ્ધમાં મેઘનાથે બ્ર્મ્હાસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. હનુમાનજી ઇચ્છતા તો તેને તોડી શકે તેમ હતા, પણ તેમણે આવું ન કર્યુ,કેમ કે તે બ્રહ્માસ્ત્રનું મહત્વ ઓછું કરવા માગતા ન હતા.તેના માટે તેમણે બ્ર્મ્હાંસ્ત્રનો તીવ્ર આઘાત સહન કરી લીધો.જો કે તે પ્રાણધારક પણ થઇ શકતું હતું.તુલસીદાસજીએ તેના પર હનુમાનજીની માનસિકતાનું સૂક્ષ્મ ચિત્રણ કર્યું છે:
‘ब्रह्मा अस्त्र तेंहि साधा, कपि मन कीन्ह विचार।
जौ न ब्रहासर मानऊं, महिमा मिटाई अपार।।

Image Source

5.સમયના રહેતા કામ કરવું જરૂરી:
જ્યારે હનુમાનજી લંકાના દરવાજે પહોંચ્યા ત્યારે તેમને ‘લંકિની’ નામની રાક્ષસી મળી.રાતના સમયે હનુમાનજી નાનું રૂપ લઈને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા,લંકિનીએ તેને રોકી લીધા.સમય ખુબ ઓછો હતો, હનુમાનજીએ લંકિની સાથે કોઈ વાદ-વિવાદ ના કર્યો સીધો જ તેના પર પ્રહાર કરી દીધો. લંકિનીએ રસ્તો છોડી દીધો. તેનાથી એ શીખ મળે છે કે જ્યારે મંજિલ નજીક હોય,સમયનો અભાવ હોય અને પરિસ્થિતિની માંગ હોય તો બળનો પ્રયોગ કરવો અનુચિત નથી.

Image Source

6.બહુમુખી ભૂમિકામાં હનુમાન:
આપણે મોટાભાગે શક્તિ અને જ્ઞાનનું પ્રદર્શન કરતા રહીયે છીએ,ઘણી વાર તે જગ્યાએ પણ જ્યાં તેની બિલકુલ પણ જરૂરિયાત નથી હોતી.હનુમાન ચાલીસામાં લખ્યું છે કે,‘सूक्ष्म रूप धरी सियंहि दिखावा, विकट रूप धरी लंक जरावा।’સીતાની સામે તેમણે પોતાને લઘુ રૂપમાં રાખ્યા,કેમ કે અહીં તે એક પુત્રની ભૂમિકામાં હતા,પણ સંહારક રૂપમાં તે રાક્ષસો માટે કાળ બની ગયા.એક જ સ્થાન પર પોતાની શક્તિ બે અલગ અલગ રીતથી પ્રયોગ કરવો હનુમાનજી પાસેથી શીખી શકાય છે.

Image Source

7.સમર્પણ:
હનુમાનજી એક આદર્શ બ્રમ્હચારી હતા.તેના બ્રમ્હચાર સમક્ષ કામદેવ પણ નતમસ્તક હતા.એ સત્ય છે કે હનુમાનજી વિવાહિત હતા, પણ તેમણે આ વિવાહ એક વિદ્યાની અનિવાર્ય શરતને પૂર્ણ કરવા માટે પોતાના ગુરુ ભગવાન સૂર્યદેવના આદેશ પર કર્યા હતા. શ્રી હનુમાનના વ્યક્તિત્વનું આ મહત્વ જ્ઞાનના પ્રતિ સમર્પણની શિક્ષા આપે છે. તેના જ આધાર પર હનુમાનજીને અષ્ટ સિદ્ધિઓ અને દરેક નવ નિધિઓની પ્રાપ્તિ કરી.

Image Source

8.લક્ષ્ય હાસિલ કરવા સુધી ન કરવો જોઈએ આરામ:
હનુમાનજી સમુદ્ર લાંઘવા માટે નીકળી પડે છે.તે આકાશમાં ઉડી રહ્યા હતા ત્યારે જ સમુદ્રે વિચાર્યુ કે હનુમાનજી થાકી ગયા હશે,તેણે પોતાની નજીક રહેલા ‘મૈનાક’ પર્વતને કહ્યું કે તું હનુમાનજીને વિશ્રામ આપે.મૈનાક પર્વતે હનુમાનજીને કહ્યું કે તમે થાકી ગયા હશો,થોડી વાર મારા પર બેસીને આરામ કરી લો.હનુમાનજીએ નિમંત્રણનું માન રાખતા તેનો માત્ર સ્પર્શ કરી લીધો અને કહ્યું કે રામજીનું કામ કર્યા વગર હું વિશ્રામ ના કરી શકું.મૈનાકનું માન પણ રહી ગયું અને હનુમાનજી આગળ ચાલવા લાગ્યા.તે રોકાયા નહીં,પોતાનું લક્ષ્ય ના ભૂલ્યા.આપણે પણ તેની આ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ,જ્યાં સુધી લક્ષ્ય મળી ના જાય ત્યાં સુધી આરામ કરવો ન જોઈએ.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks